રોડ અકસ્માત/ ધનસુરામાં દિવાળીના દિવસે જ કાર અને ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

ધનસુરાના રહીયોલ નજીક કાર અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યાં છે.

Top Stories Gujarat Others
ગમખ્વાર અકસ્માત
  •  ધનસુરા ના રહીયોલ નજીક ગમખ્વાર અકસ્માત
  • કાર અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • કારમાં સવાર ત્રણના મોત, બે ઘાયલ
  • ઘાયલો ને સારવાર માટે મોડાસા ખાતે ખસેડાયા
  • મૃતકો ને પીએમ માટે ધનસુરા લવાયા
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

આજે દિવાળીનો પાવન પર્વ છે ત્યારે સવારથી એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. લીંબડી અમદાવાદ હાઇવે, ઢસા નજીક રાજકોટ હાઇવે બાદ હવે ઘનસુર ના રહીયોલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તે જોવા લાગે છે ખુશીની સાથે માતમ પણ આજે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :સાવરકુંડલામાં દિવસે થતી લડાઈ અને યુદ્ધનો છે અનોખો અંદાજ, વાંચો આ ખાસ અહેવાલ

આપને જણાવી દઈએ કે, ધનસુરાના રહીયોલ નજીક કાર અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટળ ખસેડવામાં આવ્યા છે. તો સાથે સાથે મૃતક લોકોને પીએમ માટે ધનસુરા લવાયા છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :ઢસા નજીક રાજકોટ હાઇવે પર બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, 10 કરતાં વધારે મુસાફરો ઘાયલ

આ પણ વાંચો : પાટડી જુના બસ સ્ટેન્ડ ખાતે બસની અડફેટે આધેડ નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું

આપને જણાવી દઈએ કે, આજે ઢસા નજીક રાજકોટ હાઈવે પર પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સુરતથી અમરેલી જતી બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો  છે. જેમાં 10થી 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા 108 ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા છે. સાથેજ લાઠી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :પાટડીમાં લક્ષ્મીરૂપી દિકરીનું ઢોલનગારા અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું

આ પણ વાંચો :ફટાકડા જેવી ચોકલેટનું અનેરું આકર્ષણ, જોઇને મોઢામાં પાણી આવી જશે