સામાન્ય રીતે યુદ્ધને અનેક રીતે લડવામાં આવે છે. પરંતુ સાવરકુંડલા માં દિવાળીના દિવસે થતી લડાઈ અને યુદ્ધ એક અનોખું જ છે રોમાંચક છે અને માણવાલાયક છે શું છે ત્યારે આ રોમાંચક યુદ્ધની કેવી છે દિવાળીની તૈયારીઓ જાણીએ.
આ પણ વાંચો : ઢસા નજીક રાજકોટ હાઇવે પર બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, 10 કરતાં વધારે મુસાફરો ઘાયલ
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા સો વર્ષથી ઈંગોરિયાની લડાઈની રમત રમવામાં આવી રહી છે. ઈંગોરિયા એટલે એક ઝાડ ઉપર થતું ફળ.આ ઈંગોરિયાને ઝાડ પરથી ઉતારી સૂકવી તેની અંદર દારૂખાનું ભરીને તૈયાર કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ઈંગોરિયા ઓછા થતાં હોવાથી તેનું સ્થાન કોકડીએ પકડી લીધું છે.
કોકડાની રમત સાવરકુંડલાની અંદર રમવામાં આવી રહી છે. આ રમતની ખાસિયત એ છે કે સળગતા ઈંગોરિયા એકબીજાની સામે અને એકબીજાની ઉપર ફેંકવામાં આવે છે.
સાવરકુંડલામાં લગભગ સો વર્ષથી દિવાળીની રાતે જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોઈ. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકં છે.આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ.
આ પણ વાંચો : કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી, જાણો કેટલો કર્યો ઘટાડો
કોરોનાની મહામારી ને લઇ ગત વર્ષે ઈંગોરિયા તેમજ કોકડા સાવરકુંડલા યુવાનો એ ખૂબ જ ઓછા પ્રમાણમાં ભર્યા હતા.. આ વર્ષે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા 10 દિવસથી કોકડાઓ ( ઈંગોરીયા ) ભરવાના શરૂ કરી દેવાયા છે.. ત્યારે આ રમતને વર્ષો થી સામાન્ય રીતે આખી રાત ચાલતી હોય છે.પરંતુ ગત વર્ષે કોરોનાને લઈ અડધી રાત સુધી જ રમત રમાઈ હતી.
આ વર્ષે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આખી રાત સુધી રમત ચાલશે તેવો જોશ સાથે સાવરકુંડલામા ઈંગોરીયા યુદ્ધ આ વર્ષે વધુ રોમાંચક બનશે તેવું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો :પાટડી જુના બસ સ્ટેન્ડ ખાતે બસની અડફેટે આધેડ નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું
આ પણ વાંચો : જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી પતાવી દીધા
આ પણ વાંચો :માત્ર 2400 રૂપિયા જેવી નજીવી રકમ માટે મિત્રો એ જ કરી મિત્રની હત્યા
