સમગ્ર દુનિયાની નજર અત્યારે અફઘાનિસ્તાન પર મંડાયેલી છે. કોઈ થ્રિલર વેબ સિરીઝની જેમ રોજ ધડાધડ ખોફનાક દ્રશ્યો અહીંની પહાડીઓ વચ્ચે બદલાઈ રહ્યા છે. ગઈ કાલે સ્ત્રીઓની સ્વતંત્રતા ના દ્વાર ખોલી લિબરલ ચહેરો જ્યાં વિશ્વ સમુદાય સમક્ષ મેકઓવર કરાયો હતો, ત્યાં બીજા જ દિવસે અફઘાન ધ્વજ ફરકાવવાનાં બહાને કે સ્ત્રીઓની સ્વંતત્રતા પર તરાપ મારતા તેમને સજા ફરમાવવામાં આવે છે. મતલબ કે અભી બોલા અભી ફોક જેવી માનસિકતા છે. અને તેથી જ દુનિયાના દેશો તો ઠીક પણ ખુદ અફઘાની પ્રજા જ તેમના ખૌફનાક ખૌફ થી બચવા હવાતિયાં મારે છે. કાબુલમાં તાલિબાનો પગરણ મંડાણાં તે જ દિવસથી અફઘાન પ્રજાએ દહેશતના ઓછાયા હેઠળ કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ અને નાસભાગ મચાવી જેમાં કેટલીક જિંદગીઓ પણ કરુણ રીતે હોમાઈ ગઈ હતી.

અને હજુ આગામી સમયમાં આ દ્રશ્ય વધુ ખોફનાક બનશે કે પછી યુએન કાઉન્સિલ સહીત દુનિયાના ખમતીધર દેશો કોઈ પગલાં લેવા આગળ આવશે તે તો સમય જ કહી શકશે. બાકી તે વાતમાં પૂરો દમ છે કે, આગામી સમયમાં તાલિબાનો નિર્દોષ નાગરિકો, મહિલાઓ કે જેમને ઓલરેડી તાલિબાન સૈનિકો સાથે લગ્ન કરવા ફતવો બહાર પાડી દેવાયો છે. ત્યારે તેમની સાથે કઈ હદે નિર્મમતા આચરશે તે તો સમય જ કહેશે. પરંતુ હાલ તો તાલિબાનો રોજેરોજ તેમનો ચહેરો બદલી રહ્યા છે. શાંતિ વાર્તાના નામે ચરી ખાવાની નિયત હાલ પૂરતી દર્શાવી ચુક્યા છે. પરંતુ તેમની નિયતમાં ખોટ છે તે સરેઆમ લોકો જાણે છે.

તેવામાં દુનિયા સમક્ષ જો કોઈ પડકાર હોય તો તે છે કે, અફઘાનની સ્થિતિ સિરિયાની જેમ તબાહીના ખોફનાક મંજર સમી બને અને અફઘાન પ્રજા શરણાર્થી બની દુનિયાના અન્ય દેશોના દ્વાર ખટખટાવે તો ? કેમકે, દુનિયા ઓલરેડી સીરિયા ના શર્ણાર્થીઓનો ખોફનાક નજારો લોકો જોઈ ચુક્યા છે. તો રોહીંગ્યા મુસ્લિમોની સમસ્યા પણ જોઈ છે. અનુભવી છે. ક્યાંક દર્દ છલકતી આંખો..ક્યાંક રડમસ લાચાર ચહેરો બયા કરતી તસ્વીર …તો ક્યાંક આઈસીસ થી લઇ બોકો હરામ નો ખૌફ પ્રગટ કરતો ચહેરો.. ન કેવળ જે તે દેશ સુધી સીમિત રહેતી સમસ્યા છે, બલ્કે દુનિયાના કેટલાય વિકસિતથી લઇ વિકાસશીલ દેશોના પગતળે આવતો રેલો પણ બનેલ છે..

વળી આ સમસ્યાની વક્રતા તે છે કે, આ મુદ્દે ખાસ તો વિક્ટિમ મુસ્લિમ દેશો જ છે તેમછતાં ઇસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન કે જે મુસ્લિમ હિતોની જાળવણી માટે ઉભું કરાયું છે. તેમછતાં આ સંગઠનથી લઇ દુનિયાભરના મુસ્લિમ દેશો અન્ય દેશોની જેમ ચુપચાપ ભજવાઈ રહેલ બર્બરતાનો નગ્ન નાચ જોઈ રહ્યા છે. પીડિત અને આરોપી બંને મુસ્લિમ છે. તેમછતાં આવું વલણ ક્યાં કારણોસર છે? અને અગર આ સ્થિતિમાં પણ જો નિર્દોષ મુસ્લિમોનો બચાવ કરવા આ સંગઠન આગળ આવવા તૈયાર ન હોય તો તેને સ્થાપવાનો હેતુ શું છે ? શું સરિયા કાનૂન સ્થાપવા માટે આખા દેશ અને તેની પ્રજાની બરબાદી માન્ય છે? તાલિબાનો નો ઉદેશ્ય પણ આખરે તો સરીયા કાનૂન સ્થાપી ઇસ્લામિક શાસન સ્થાપવાનો જ તો છે.

પરંતુ શું આ માટે આવી બળજબરી અને આખા દેશને બાન માં લેવાની માનસિકતા વ્યાજબી છે.? શાંતિ અને અમન સ્થાપવા આજ સુધી કેમ કોઈ પ્રયત્નો કરવામાં નથી આવતા ? ચાઈનામાં પણ મુસ્લિમો પર ભારે હિંસાત્મક વર્તન આચરવામાં આવે છે, તેમછતાં કોઈ મુસ્લિમ દેશ કદાપિ વિરોધ નોંધાવતો નથી. અને ઉલટાની ચીનની સામે કુર્નિશ બજાવી વફાદારી દાખવવામાં આવે છે. અને વળી અફઘાનિસ્તાનમાં પણ ચીને તાલિબાનોને પૂરું સમર્થન આપ્યું જ છે. જેમાં અફઘાનિસ્તાનની બરબાદીના મૂળ માં જે છે તે રશિયા એ પણ સત્તાવાર સમર્થન કર્યું છે.

ત્યારે દુનિયા સામે તે જ સવાલ છે કે, આજે અફઘાનિસ્તાન ભડકે બળી રહ્યું છે. તાલિબાનો કાલે વધુ દરિંદગી આચરશે વધુ ખૂંખાર અને કટ્ટરતાવાદી બનશે અને ત્યાંની સ્થાનિક પ્રજા સિવાય પણ આ દેશ અન્ય દેશોને કોઈને કોઈ રીતે નડશે …ત્યારે આ તમાશો જોઈ પોતાના પાપડ શેકતા દેશોને બાઈ લાઈન કરી અમેરિકા , યુરોપ, ભારત સહીત ક્વાડ ના દેશોએ ન કેવળ અફઘાનિસ્તાનનું બલ્કે આસપાસના પડોસી મુલ્કનું તાલિબાનીકરણ થતું અટકાવવું પડશે. અફઘાનિસ્તાન મામલે ..નહીંતર આવતીકાલ નું અંધારું વધુ ઘેરું બનશે…તે ન ભૂલે દુનિયા..
@રીના બ્રહ્મભટ્ટ, કતર લેખક
કૂખના કાતિલ / સંવેદનશીલ મુખ્યમંત્રીના શહેરમાં જ ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ
તાલિબાનની તાનાશાહી / તાલિબાનોના શાસનમાં બદલાઈ નીતિ, ભારત સાથે આયાત-નિકાસ પર મુક્યો પ્રતિબંધ
