ડ્રગ્સ કેસ / આર્યનની ધરપકડ થયા પછી શાહરુખ ખાનને મળવા ‘મન્નત’ પહોંચ્યો સલમાન ખાન

આર્યન ખાનના મુદ્દા પર સુનીલ શેટ્ટીએ કહ્યું કે, કોઈ પણ સ્થળ પર દરોડા પાડવામાં આવે છે ત્યારે ઘણાં લોકોની અટકાયત કરવામાં આવે છે.

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની મુંબઈમાં ક્રૂઝ પર રેવ પાર્ટી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આર્યન ખાનને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને પછી એક દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આર્યન ખાનની સાથે સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ એક દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આર્યન ખાનની ધરપકડ થયા પછી રવિવારની રાતે શાહરુખ ખાનના ઘર મન્નત પર સલમાન ખાન પહોંચ્યો હતો.

માનવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાનનો મિત્ર સલમાન ખાન તેને મળવા માટે પહોંચ્યો હતો. સલમાન ખાન મન્નતમાં લગભગ 40 મિનિટ રોકાયો હતો અને શાહરુખ ખાનને મુશ્કેલીની ઘડીમાં સાંત્વના આપી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પહેલા સુનીલ શેટ્ટી, પૂજા ભટ્ટ અને સુચિત્રા કૃષ્ણમૂર્તિએ શાહરુખ ખાનને ખુલીને સપોર્ટ કર્યો હતો.

આ પણ વાંચો:લખીમપુર હિંસા / ખેડૂતોએ કહ્યું આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર નહી

જા ભટ્ટે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, શાહરુખ ખાન હું તમારી સાથે છું. એવુ નથી કે તમને જરુર છે, પરંતુ હું તમારી સાથે છું. આ સમય પણ પસાર થઈ જશે. સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, એ તમામ લોકો જે બોલિવૂડ પર નિશાન સાધી રહ્યા છે, ફિલ્મી સિતારાઓ વિરુદ્ધ કરવામાં આવેલી એનસીબીની રેડ યાદ છે? કંઈ નહોતુ મળ્યું. કશું સાબિત પણ નથી થયું. બોલિવૂડને એક તમાશો બનાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :હિંસા મામલે / લખીમપુરમાં ભારે તણાવની સ્થિતિ,જિલ્લાની તમામ સરહદો સીલ સાથે 144 લાગુ

આર્યન ખાનના મુદ્દા પર સુનીલ શેટ્ટીએ કહ્યું કે, કોઈ પણ સ્થળ પર દરોડા પાડવામાં આવે છે ત્યારે ઘણાં લોકોની અટકાયત કરવામાં આવે છે. આપણે માની લઈએ છીએ કે બાળકોએ સેવન કર્યું હશે અથવા કંઈ કર્યું હશે. હું માત્ર એટલુ કહેવા માંગીશ કે પ્રક્રિયા હજી ચાલુ છે, તે બાળકને શ્વાસ લેવા દો. જ્યારે પણ બોલિવૂડને લગતી કોઈ વાત હોય છે ત્યારે મીડિયા દરેક એન્ગલ પર પ્રતિક્રિયા આપવાની શરુઆત કરી દે છે અને માની લે છે કે આવું જ બન્યું હશે. મને લાગે છે બાળકને એક તક આપવી જોઈએ અને અસલ રિપોર્ટ સામે આવાવની રાહ જોવી જોઈએ

આ પણ વાંચો ;ભાવ વધારો / ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment