Crime/ છેડતીના કેસમાં જામીન પુર છુટીને યુવકે ફરી તે જ યુવતીની કરી છેડતી, યુવતીનો પીછો કરી કર્યા ગંદા ઈસારા

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ અમદાવાદનાં શીલજ વિસ્તારમાં રહેતી મહિલાએ રજનીશ મકવાણા નામનાં યુવક સામે દિકરીની છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ મુજબ થોડા સમય પહેલા રજનીશ મકવાણા નામનાં યુવકે મહિલાની 19 વર્ષીય દિકરીનો હાથ પકડી છેડતી કરી હતી તેમજ તુ પ્રેમ નહી કરે તો જાનથી મારી નાખીશ તેમ કહી ઘરમાં ઘુસી ગયો હતો. […]

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

અમદાવાદનાં શીલજ વિસ્તારમાં રહેતી મહિલાએ રજનીશ મકવાણા નામનાં યુવક સામે દિકરીની છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ મુજબ થોડા સમય પહેલા રજનીશ મકવાણા નામનાં યુવકે મહિલાની 19 વર્ષીય દિકરીનો હાથ પકડી છેડતી કરી હતી તેમજ તુ પ્રેમ નહી કરે તો જાનથી મારી નાખીશ તેમ કહી ઘરમાં ઘુસી ગયો હતો. જે બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે યુવકની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. ત્યારે આરોપી યુવક તે કેસમાં જામીન પર છુટીને મહિલાની દિકરીને ફરિ વાર છેડતી કરવાનુ શરૂ કર્યુ.

શીલજનાં વેનીશિયલ વિલામાં રહેતી મહિલાની દિકરી હાલ અભ્યાસ કરે છે, સોસાયટીમાંથી દિકરી બહાર નિકળે એટલે તરત જ રજનીશ મકવાણા નામનો યુવક તેનો પીછો કરે છે અને સોસાયટીનાં બહાર આવીને ગંજા ઈસારા કરતો હતો. યુવતીએ માતાને જાણ કરતા માતાએ યુવતીનાં ભાઈને સોસાયટીનાં નાકે મોકલતા કોઈ જોવા મળ્યો નહોતો. વેલેન્ટાઈન ડે નાં દિવસે સાંજનાં પાંચ વાગ્યાનાં સમયે રજનીશ મકવાણા નામનો યુવક યુવતીની સોસાયટીની બહાર આવીને બેઠો હતો..તે વખતે યુવતી કામથી બહાર નિકળતા યુવતીને જોઈ તેની પાછળ પાછળ જતો હતો અને ઈસારાઓ કરતો હતો.જેથી યુવતી તરત પોતાના ઘરે પાછી આવી ગઈ હતી.

રજનીશ મકવાણા નામના યુવકે પોતાનાં ફોનમાં ફેસબુકમાં પોતાનુ યુવતી સાથેનાં નામનુ એકાઉન્ટ બનાવી યુવતીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જે બાબતે યુવતીએ માતાને જાણ કરતા મહિલાએ યુવકે મોકલેલી ફ્રેન્ડ રીકવેસ્ટનુ સ્ક્રીનશોર્ટ લઈને બોપલ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી રજનીશ મકવાણાની ધરપકડ કરી છે. અને તેનો કોરોના ટેસ્ટ કરાવી જેલહવાલે કરવાની કાર્યવાહી આરંભી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…