વિશ્વનાં વૈજ્ઞાનિકો મંગળ પર જીવનની શોધ કરી રહ્યા છે, જ્યારે એક દેશ એ સમુદ્રમાં જ માટી મૂકીને નવું શહેર સ્થાપવાનું નક્કી કર્યું છે. કરોડો ટન માટી નાખીને સ્થાયી થનારા આ શહેરમાં 35 હજાર લોકો વસવાટ કરી શકશે. આ સાથે, તે રિંગરોડ, ટનલ, મેટ્રો દ્વારા પણ દેશની રાજધાની સાથે જોડાશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ડેનમાર્ક દેશનો છે. ધ લોકલ ડીકેની વેબસાઇટ અનુસાર, ડેનમાર્કની સંસદ દ્વારા પણ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

Interesting / સાયબેરિયામાં 24 હજાર વર્ષ સુધી ‘ઉંઘ’ લીધા બાદ જાગ્યુ આ સૂક્ષ્મ જીવ
આ કૃત્રિમ ટાપુ, સમુદ્રમાં માટી મૂકીને બનાવવામાં આવી રહ્યો છે, તે કોપનહેગન બંદરને દરિયાની સપાટીથી વધતા રક્ષણ માટે બનાવવામાં આવી રહ્યો છે. આ કૃત્રિમ ટાપુનું નામ લિનેટહોમ હશે. આ 2.6 ચોરસ કિલોમીટર ટાપુનાં નિર્માણનું કામ આ વર્ષનાં અંતથી શરૂ થઈ શકે છે. વળી તેનો પાયો 2035 સુધીમાં બાંધવામાં આવે અને તેનું બાંધકામ 2070 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ટાપુનું કદ લગભગ 400 ફૂટબોલ ક્ષેત્ર બરોબર છે, જેના માટે લગભગ 80 મિલિયન ટન માટીની જરૂર પડશે. બીજી તરફ, ટાપુની સુરક્ષાની વાત કરવામાં આવે તો, તે ટાપુની આજુબાજુ ડેમ બનાવીને તોફાનનાં મોજા વગેરેથી સુરક્ષિત કરવામાં આવશે.

ક્રિકેટ ન્યૂઝ / ભારત વિરુદ્ધ ચાલાકી પાક.ને પડી ભારે, પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનું પાકિસ્તાનમાં નહી થાય પ્રસારણ
આ કૃત્રિમ દ્વીપ સમુદ્રમાં બનેલો હોવાથી પર્યાવરણવિદો ચિંતિત છે. તેમનું કહેવું છે કે આ પ્રોજેક્ટનાં નિર્માણ માટે કાચો માલ ભરેલી સેંકડો ટ્રકો દરરોજ કોપનહેગનમાંથી પસાર થશે, જેનાથી અહીં પ્રદૂષણ વધશે. આ ઉપરાંત, ટાપુઓની રચના દરિયાઇ જીવસૃષ્ટિ અને પાણીની ગુણવત્તાને અસર કરી શકે છે. તેથી, એવી આશંકા છે કે પર્યાવરણવાદીઓ આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરી શકે છે. વળી, શુક્રવારે ઠરાવ પસાર થવા પર, પ્રદર્શનકારીઓ સંસદની બહાર એકઠા થયા હતા. ડેનિશ બ્રોડકાસ્ટર ડી.આર. અનુસાર, કેટલાક પ્રદર્શનકારીઓની દલીલ છે કે નવેમ્બરમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં આ પ્રોજેક્ટનો નિર્ણય લેવો જોઈએ નહીં. ડેનિશ સરકારનું કહેવું છે કે દેશનાં ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ છે.

