ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત પોતાનો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે અમદાવાદ માં હજુ પણ કોરોનાનો કહેર સમવાનું નામ નથી લઇ રહ્યો. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાઇરસે હવે વૃધ્ધાશ્રમમાં એન્ટ્રી મારી છે. અને એક સાથે 40 જેટલા વૃધ્ધો કોરોના સંક્રમિત બન્યા છે.
Banaskantha / શાળાઓમાંથી ગ્રાન્ટની ઉચાપત કરનાર ફરાર આચાર્ય ઝડપાયો…
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના નારાણ પુરા વિસ્તારમાં આવેલા જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં એક સાથે 40 જેટલા વૃધ્ધો કોરોના ગ્રસ્ત બન્યા છે. જેને લઈને સંસ્થા અને સંચાલકો સહીત ત્યાં રહેતા વૃદ્ધોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સાથે સાથે અમદાવાદ મનપા દ્વારા પણ નારણપુરાના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમને કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકાયું છે.
Cricket / મહાન ભારતીય ક્રિકેટર કપિલદેવને આવ્યો હાર્ટએટેક…
જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં મોટી સંખ્યા માં લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરના તમામ ઘરડાઘરમાં હડકંપ મચી ગયો છે.
Bodeli / રેલ્વે ફાટક પાસે અજાણ્યા ઇસમનો મળ્યો મૃતદેહ …
