ગુજરાત/ અમદાવાદ બનશે ભિખારીમુક્ત, હવે શહેરમાં નહીં જોવા મળે કોઇ ભિખારી

અમદાવાદ સહિત દેશનાં 10 શહેરોને ભિખારીમુક્ત બનાવવા માટે હવે કેન્દ્ર સરકારે પ્રાઇવેટ પ્રોજેક્ટ હાથમાં લીધો છે. જે મુજબ આ લોકોનેે કૈાશલ્ય શક્તિનાં માધ્યમથી સ્વનિર્ભર બનાવાશે.

Top Stories Ahmedabad Gujarat
ભિખારીમુક્ત
  • અમદાવાદને હવે બેગર ફ્રી સિટી બનાવાશે
  • ભિખારીમુકત ભારત બનાવવા કેન્દ્રની પહેલ
  • હવે અમદાવાદમાં નહીં જોવા મળે ભિખારી
  • ભિખારીઓને ભીખને બદલે મહેનતકશ બનાવાશે
  • કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરાશે
  • અમદાવાદ સહિત 10 શહેરોમાં પાયલોટ પ્રોજેકટ
  • આગામી સમયમાં આયોજન હાથ ધરાશે

આજે આપણા દેશમાં ભિખારીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દેશમાં જે પણ રાજ્યોમાં જાઓ તમને લાખોની સંખ્યામાં ભિખારીઓ જોવા મળી જશે. તેઓ ભિખ માંગીને જ પોતાનુ જીવન વ્યતિત કરતા હોય છે. ત્યારે હવે કેન્દ્ર સરકારેે અમદાવાદ સહિત દેશનાં દશ શહેરોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવાનુ નક્કી કર્યુ છે.

આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટનો ચુકાદો / ડ્રીમ 11 ઓનલાઈન મનોરંજન ગેમ છે, બાકી તે સટ્ટેબાજી કે જુગારની નથી : સુપ્રીમ કોર્ટ

આપને જણાવી દઇએ કે, ભારતમાં લાખોની સંખ્યામાં લોકો ભિખા માંગતા તમને રસ્તા પર જોવા મળી જશે. ત્યારે હવે આ ભિખારીઓ ભીખ માંગવાને બદલે મહેનત કરીને પોતાની કૈાશલ્ય શક્તિનાં માધ્યમથી સ્વનિર્ભર બને તે માટે કેન્દ્ર સરકારે પ્રયાસો હાથ ધર્યાં છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિત દેશનાં દસ શહેરોને ભિખારીમુક્ત કરવા ટૂંક જ સમયમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા નક્કી કરાયુ છે. આ દેશને ભિખારીમુક્ત બનાવવાની કેન્દ્ર સરકારની પહેલ છે. દેશમાં તમને લગભગ તમામ જગ્યાએ ભિખ માંગતા લોકો જોવા મળી જશે. વળી ઘણીવાર તો એવુ સામે આવ્યુ છેે કે, માતા-પિતા પોતે જ તેમના બાળકોને ભિખ માંગવાનું કહેતા હોયો છે.

આ પણ વાંચો – માનવ તસ્કરીનો કારોબાર /  ચાંદખેડામાં 11 માસની બાળકીને વેચવા નીકળે તે પહેલાં મહિલાની ધરપકડ

આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે અમદાવાદ ઉપરાંત નાગપુર, બેંગ્લોર, મુંબઇ, લખનઉ, દિલ્હી, ઇન્દોર, ચેન્નાઇ શહેરને પણ બેગર ફ્રી સિટી બનાવવા પહેલ આદરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને રેલ્વે સ્ટેશન પર ભિખ માંગતા બાળકો પર નજર રાખવા પણ સૂચના આપી છે કેમકે, અહી માનવ તસ્કરીનો ભય રહેલો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…