Not Set/ એરફોર્સ સ્ટેશન વિસ્ફોટ આતંકવાદી હુમલો, DGP દિલબાગ સિંહે કહ્યું- મોટા ષડયંત્રએ કર્યું નિષ્ફળ

જમ્મુ એરપોર્ટ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન અંદર મોડી રાતે 2 વિસ્ફોટો થયા હતા. પહેલો વિસ્ફોટ રાતે 01:37 કલાકે થયો હતો અને તેની 5 મિનિટ બાદ બીજો વિસ્ફોટ થયો હતો.

Top Stories India

જમ્મુ એરફોર્સ સ્ટેશનના ટેક્નિકલ વિસ્તારમાં 26-27  જૂનના મધ્યવર્તી રાત્રે પાંચ મિનિટના અંતરે બે વિસ્ફોટ થયાં હતા. પહેલો બ્લાસ્ટ એક બિલ્ડિંગની છત પર 1:37  વાગે થયો જ્યારે બીજો સવારે 1:42 વાગ્યે જમીન પર થયો. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે જમ્મુમાં મોટો અકસ્માત ટળી ગયો છે. પોલીસ સતત આ મામલે તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે લશ્કર-એ-તૈયબા (એલટીટી) ના ઓપરેટિવ પાસેથી આઇઇડી મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ભારતીય વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. વિસ્ફોટોની થોડીવારમાં જ, સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ અને ફોરેન્સિક ટીમો બંને વિસ્ફોટોના કારણો શોધવા સ્થળ પર છે.

વિસ્ફોટની આ ઘટનામાં આતંકવાદી હુમલાનું એન્ગલ પણ સામે આવી રહ્યું છે તથા એનઆઈએ અને એનએસજીની ટીમ તપાસ માટે એરફોર્સ સ્ટેશન પહોંચી ગઈ છે. તપાસમાં ડ્રોન વડે IED ફેંકવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે IED ફેંકવામાં આવ્યા હોવાની શક્યતા છે કારણ કે, એરફોર્સ સ્ટેશન અને બોર્ડર વચ્ચે માત્ર 14 કિમીનું જ અંતર છે તથા ડ્રોન વડે 12 કિમી સુધીના વિસ્તારમાં હથિયારો ફેંકી શકાય છે. ડ્રોન વડે હુમલાની આશંકાને પગલે અમ્બાલા, પઠાણકોટ અને અવંતિપુરા એરબેસને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :આજથી ત્રણ દિવસીય લદ્દાખનાં પ્રવાસે રાજનાથ સિંહ, સીમા પરની તૈયારીઓનું કરશે નિરીક્ષણ

દરમિયાન એનઆઈએની ટીમ તપાસ માટે જમ્મુ એરફોર્સ સ્ટેશન પહોંચી છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધીને આ મામલાની તપાસ કરી રહી છે. ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના ચીફ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા, જે સત્તાવાર મુલાકાતે બાંગ્લાદેશમાં છે, પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ મામલે તપાસ કરવા જરૂરી સૂચના આપવામાં આવી છે. વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ વીઆર ચૌધરી જમ્મુ એરફોર્સ સ્ટેશન પર છે.

બીજી તરફ વિસ્ફોટો બાદ જમ્મુ એરફોર્સ સ્ટેશનની બહાર એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તપાસ ચાલુ છે અને આ બાબતે દરેક ખૂણાથી તપાસ કરવામાં આવી રહી છે. ટેરર એંગલ નકારી શકાય તેમ નથી. એનઆઇએ અને એનએસજી ટીમો ટૂંક સમયમાં બ્લાસ્ટ સ્થળની મુલાકાત લેશે. વિસ્ફોટો અંગે ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે જમ્મુ એરફોર્સ સ્ટેશનના તકનીકી વિસ્તારમાં રવિવારે સવારે બે ઓછા તીવ્રતાના વિસ્ફોટો થયા. એક વિસ્ફોટના કારણે બિલ્ડિંગની છતને થોડું નુકસાન થયું હતું જ્યારે બીજો વિસ્ફોટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. કોઈ સાધનને નુકસાન થયું નથી. તેમજ કહ્યું કે તપાસ સિવિલ એજન્સીઓ સાથે ચાલી રહી છે.

આ પણ વાંચો :રાહુલ ગાંધીએ PM મોદી પર સાંધ્યું નિશાન, કહ્યું – બસ દરેક દેશવાસી સુધી રસી પહોંચાડી દો, પછી મન કી બાત…

ભારતીય વાયુ સેનાની ઉચ્ચ સ્તરીય તપાસ ટીમ જમ્મુ જલ્દી પહોંચશે. દરમિયાન, જમ્મુ એરફોર્સ સ્ટેશન પર આજના બનાવ સંદર્ભે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વાઇસ એર ચીફ એર માર્શલ એચએસ અરોરા સાથે વાત કરી હતી. એર માર્શલ વિક્રમ સિંહ પરિસ્થિતિનો હિસ્સો લેવા માટે આજે જમ્મુ પહોંચ્યા છે. સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે શું વિસ્ફોટ કરવા માટે એરફોર્સ સ્ટેશનના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રની અંદર આઇઇડી પેલોડ્સ મૂકવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 હુમલો ડ્રોન વડે કરવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણસર વિસ્ફોટ થયો તેની તપાસ ચાલુ છે. જોકે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે વાયુસેનાની પેટ્રોલિંગ ટીમે હથિયારો પડતા જોયા હતા. જો આ હુમલો ડ્રોન વડે થયો હોવાના પુરાવા મળે તો આ દેશનો પહેલો એવો ડ્રોન હુમલો હશે જે ભારતના કોઈ સૈન્ય ઠેકાણા પર થયેલો છે.

આ પણ વાંચો :બે દિવસથી ગુમ થયેલ સોશિયલ મીડિયા ફેમ હિમાંશીનો યમુનામાંથી મળ્યો મૃતદેહ

આ ષડયંત્ર માટે પી-16 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ ડ્રોન ખૂબ જ નીચે ઉડી શકે છે જેથી ઘણી વખત તે રડારની નજરમાંથી પણ બચી જાય છે. ડ્રોનનું સંભવિત લક્ષ્ય એક વિમાન હોવાની આશંકા છે.

ડ્રોન પકડવા ખૂબ જ મુશ્કેલ ટાસ્ક છે કારણ કે, સમગ્ર વિશ્વની કંપનીઓ ડિટેક્શન માટે 3 જાતની ટેક્નિક અપનાવે છે. પહેલી RF-મોનિટરીંગ, બીજી રડાર અને ત્રીજી ઓપ્ટિકલ સેન્સર (કેમેરા). જોકે આ ત્રણેય પદ્ધતિની પોતાની કેટલીક મર્યાદા પણ છે.

આ પણ વાંચો :સરકારે મે માં આપ્યું હતું 216 કરોડ ડોઝનું વચન, હવે કહ્યું – 135 કરોડ ડોઝ મળશે