Not Set/ કોરોના કેસોમાં વધારાને પગલે અમદાવાદમાં ગુરુવારથી જીમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ ક્લબ બંધ

કોરોનાના કેસોમાં મોટા ઉછાળાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક પછી એક મહત્વના નિર્ણય લઇ રહ્યું છે. એએમટીએસ અને બીઆરટીએસની સેવાઓ બંધ કરવાના નિર્ણય બાદ હવે અમદાવાદમાં તમામ ગેમ ઝોન અને જીમ પણ અનિશ્ચિત કાળ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, અમદાવાદની તમામ સ્પોર્ટ્સ ક્લબ પણ બંધ રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં કોરોના […]

Top Stories Ahmedabad Gujarat

કોરોનાના કેસોમાં મોટા ઉછાળાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક પછી એક મહત્વના નિર્ણય લઇ રહ્યું છે. એએમટીએસ અને બીઆરટીએસની સેવાઓ બંધ કરવાના નિર્ણય બાદ હવે અમદાવાદમાં તમામ ગેમ ઝોન અને જીમ પણ અનિશ્ચિત કાળ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, અમદાવાદની તમામ સ્પોર્ટ્સ ક્લબ પણ બંધ રહેશે.

મહત્વનું છે કે રાજ્યમાં કોરોના વાયરસના રસીકરણની વચ્ચે ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ ફરી કોરોના વાયરસના (Coronavirus) કેસ વધ્યા છે. અમદાવાદ અને સુરતમાં રાતોરાત 250થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા બુધવારે રાજ્યમાં કુલ 1122 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 775 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે.

અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 271 નવા કેસ અને 208 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,326 પર પહોંચ્યો છે. શહેરમાં 264 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 205 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 65,363 થયો છે. જ્યારે 61,970 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

આજે સુરતમાં રેકોર્ડબ્રેક 353, અમદાવાદમાં 271, વડોદરામાં 114, રાજકોટમાં 112, ભરૂચમાં 21, મહેસાણામાં 19, જામનગરમાં 19, ખેડામાં 18, પંચમહાલમાં 18, વડોદરામાં 17, ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 24, કચ્છમાં 14, આણંદમાં 13, દાહોદમાં 12, નર્મદામાં 12, સાબરકાંઠામાં 10, છોટાઉદેપુરમાં 9, અમરેલીમાં 8, જૂનાગઢમાં 12, મહીસાગર, મોરબીમાં 8-8, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં 4-4, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ2-2. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 1-1 કોરોનાનો કેસ નોંધાયો છે.

અમદાવાદમાં 60 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતા. ત્યારે 35 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે અને 5 માઇક્રો કન્ટેનમેન્ટ દૂર કરાતા હવે કુલ 90 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

22,71,145 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

તો બીજી તરફ વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,71,145 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 5,54,662 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.