વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા નગર રોડ પર થોડા સમય પહેલા ફાયરીંગની ઘટના આકાર લીધો હતો.ધોળા દિવસે થયેલી ફાયરીંગની ઘટનામાં ફરાર આરોપી ગુલાલ બારોટને બાપુનગર પોલીસે ઝડપી પાડયો છે. આરોપીની ધરપકડ બાદ નામદાર કોર્ટમાં થી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ કવાયત હાથ ધરી છે. જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવા સાથે પોલીસે વધુ હકીકત મેળવવા કડક કાર્યવાહી શરૂ કરી છે.
ધોળા દિવસે થયેલા ફાયરિંગના કેસમાં મુખ્ય આરોપી ગૌરાંગ હજી પોલીસ પકડથી બહાર છે.. જેને પકડવા માટે પોલીસે હવે કુણાલ બારોટની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. લાલ અને ગૌરાંગ એકબીજાના ખૂબ જ નજીક હતા જેથી પોલીસને આશા છે કે ફાયરિંગ કેસમાં ઝડપાયેલા કૃણાલ બારોટ ના રિમાન્ડ દરમિયાન મુખ્ય આરોપી ગૌરાંગ ની હકીકત સામે આવશે અને તે ઝડપી જશે. જેથી પોલીસ દ્વારા મુખ્ય આરોપી ગૌરાંગ ને સકંજામાં લેવા માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઇ છે.
પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવતી અને લાકડાં વચ્ચે અંગત અદાવતમાં ધોળા દિવસે ફાયરીંગની ઘટના આકાર લીધો હોય તેવી ઘટના સામે આવી હતી. મળેલ માહિતી મુજબ, ફ્રેક્ચર ગેગનો અશોક ગોસ્વામી ઠક્કરબાપા નગર રોડ પર કાર માં એસેસરીઝ કરાવવા ગયો હતો. ત્યારે લાકડાગેંગના લોકોને માહિતી મળતાં વોન્ટેડ મુખ્ય આરોપી ગૌરાંગ અને તેના સાગરીતોએ તલવાર અને રિવોલ્વર સહિત જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અશોક ગોસ્વામી પર ફાયરીંગ કરી જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો પરંતુ સદનસીબે ફરિયાદી અશોક ગોસ્વામી બચી ગયો હતો. ત્યાર બાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે જીવલેણ હુમલો અને ફાયરિંગની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસે તપાસના દરમ્યાન વોન્ટેડ આરોપી ચિરાગ બરોટ ને ઝડપી અન્ય આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
હાલમાં ફાયરિંગ કેસમાં લાકડા ગિરનાર વોન્ટેડ આરોપી કૃણાલ બારોટને ઝડપીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.. અને રિમાન્ડ દરમિયાન મોટી સફળતા મળશે તેવી આશા પોલીસ સેવી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે પોલીસ ફાયરિંગ ના મુખ્ય આરોપી ના ગિરેબાન સુધી પહોંચવામાં ક્યારે સફળ થાય છે.
