એક વ્યક્તિના ઘરમાંથી રહસ્યમય કૂવો મળી આવ્યો છે. આ કુવો 17 ફુટ ઉંડો છે. આ કૂવામાંથી એવી વસ્તુઓ નીકળી જે જોઈ અને જાણીને તમે દંગ થઇ જશો..?
ઈંગલેન્ડના પ્લાઈમાઉથમાંથી એક રહસ્યમય ઘટના સામે આવી છે. અહીના કૉલિન સ્ટિયર નામના એક વ્યક્તિના ઘરમાંથી કૂવો મળ્યો છે તે વર્ષ 1895ની આસપાસ બનાવાયો હતો. તેનું કહેવું છે કે, તેણે 10 વર્ષ પહેલાં ઘરમાંથી આ કૂવો મળી આવ્યો હતો. કૉલીનના જણાવ્યા અનુસાર વર્ષ 1988માં તે આ ઘરમાં સિફ્ટ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે,10 વર્ષમા પહેલાં અમે ઘરને શણગારવાનું કામ કરી રહ્યા હતાં ત્યારે મને લાગ્યું કે બારીની પાસે ફર્સ ઘસાયેલી છે. ત્યારે લાગ્યું કે, અહીં કોઈને દાટવામાં આવ્યું હોય કે પછી કોઈ ભોયતળીયું હશે. ત્યાર બાદ મે તેને ખોદવાનો નિર્ણય લીધો હતો.

કૉલિન સ્ટીયરે જણાવ્યું કે, 10 વર્ષ સુધી મે ખોદકામ કર્યું અને અહીં આશરે 17 ફુટ ઉંડો અને આશરે 4-5 ફુટ પહોળો કૂવો મળી આવ્યો. જ્યારે તેણે કૂવો ખોદવાનું શરૂ કર્યું ત્યારે તેને 1725નો સિક્કો મળી આવ્યો. ખોદકામ દરમિયાન જ્યારે તે પાંચ ફૂટ પર હતો ત્યારે તેને 500 વર્ષ જૂની એક તલવાર પણ મળી આવી આ ઊપરાંત કુવામાંથી તેને એક પ્રાચીન વીંટી પણ મળી આવી હતી.

કૉલિન સ્ટીયરે વધુમાં જણાવ્યું હતું કે, આશરે 17 ફુટની ખોદકામ દરમિયાન પાણી નિકળવા લાગ્યું અને તેના તળિયે લગભગ 4 ફુટ પાણી છે. એટલે હવે ખોદકામ કરવા પર કાદવ નીકળે છે. તેણે આ કુવાનું પાણી પીધું અને તેને ચાખ્યું તો સારૂં લાગ્યું હતું. તેણે કહ્યું કે, તે આ પાણીનું ટેસ્ટિંગ કરાવશે અને જો બધુ સમસુતરૂ પાર પડ્યું તો તે આ પાણીને પેકિંગ કરીને વેચશે.
