Ashes series/ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 4-0 થી હરાવી એશિઝ પર કર્યો કબ્જો

ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવીને 35મી વખત એશિઝ જીતી લીધી છે. 271 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ટીમે ઈંગ્લેન્ડને 124 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

Sports
aus vs eng

ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવીને 35મી વખત એશિઝ જીતી લીધી છે. 271 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ટીમે ઈંગ્લેન્ડને 124 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાને તેની બીજી ઇનિંગમાં 155 રનમાં આઉટ કર્યા પછી, ઈંગ્લેન્ડે હોબાર્ટ એશિઝ ટેસ્ટનાં ત્રીજા દિવસે 271 રનનો પીછો કરતા મજબૂત શરૂઆત કરી. જો કે કેમેરોન ગ્રીને ઓસ્ટ્રેલિયાને મેચમાં વાપસી કરવામાં મદદ કરી હતી. તેણે બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની શરૂઆતની ત્રણ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડનો નીચલો ઓર્ડર પત્તાનાં પોટલાની જેમ પડી ભાંગ્યો હતો. ટીમે 23 રનની અંદર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો – Cricket / દિગ્ગજ પૂર્વ ખેલાડીએ પંતને લઇને કહ્યુ- હુ જોઇ રહ્યો છુ આ ખેલાડીને ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન તરીકે

પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને કેમેરોન ગ્રીને ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાએ રવિવારે પાંચમી અને અંતિમ એશિઝ ટેસ્ટનાં ત્રીજા દિવસે ઈંગ્લેન્ડને 146 રનથી હરાવી શ્રેણી 4-0થી પોતાના નામે કરી લીધી હતી. ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર માર્ક વૂડ (37 રનમાં 6 વિકેટ) અને સ્ટુઅર્ટ બ્રોડ (51 રનમાં 3 વિકેટ)ની ઘાતક બોલિંગે ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં 155 રનમાં આઉટ કરીને પોતાની ટીમની જીતની આશા જગાવી હતી. વિજય માટે 271 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 38.5 ઓવરમાં 124 રનમાં સમેટાઈ ગઈ હતી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ગુમાવીને 37 રન સુધી પોતાની ઇનિંગ લંબાવી હતી. સ્ટીવન સ્મિથે 17 અને નાઈટ વોચમેન સ્કોટ બોલેન્ડ ત્રણ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. બોલેન્ડ આઠ રન બનાવી વુડનો શિકાર બન્યો હતો.

પ્રથમ ઇનિંગમાં સદી કરનાર ટ્રેવિસ હેડ બીજી ઈનિંગમાં માત્ર આઠ રન બનાવીને વુડનો આગામી શિકાર બન્યો હતો. સ્મિથ 62 બોલમાં 27 રન બનાવીને વુડનાં બોલ પર ડેવિડ મલાનનાં હાથે કેચ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ તેની છઠ્ઠી વિકેટ માત્ર 63 નાં સ્કોર પર ગુમાવી હતી, પરંતુ વિકેટકીપર એલેક્સ કેરીએ 88 બોલમાં ચાર ચોક્કાની મદદથી 49 રનની શાનદાર ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને 155 સુધી પહોંચાડી દીધું હતું. કેરી નવમાં બેટ્સમેન તરીકે ટીમનાં 151 રનનાં સ્કોર પર આઉટ થયો હતો. વુડે પેટ કમિન્સને 13 રને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગને 155 રનમાં સમેટી દીધી હતી. માર્ક વૂડે 16.3 ઓવરમાં 37 રન આપીને છ વિકેટ લીધી હતી જ્યારે બ્રોડને 51 રનમાં ત્રણ અને ક્રિસ વોક્સને 40 રનમાં એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો – IPL / પંજાબને મળી શકે છે જલ્દી જ નવો કેપ્ટન, આ ખેલાડીઓ હોઇ શકે છે પસંદગી

ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે 68 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી પરંતુ તે પછી તેણે 124 રનમાં પોતાની તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર જેક ક્રાઉલીએ 66 બોલમાં સાત ચોક્કા સાથે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા જ્યારે રોરી બર્ન્સે 46 બોલમાં 26 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે એક વિકેટે 82 રનની સ્થિતિમાંથી માત્ર 42 રનમાં તેની છેલ્લી નવ વિકેટ ગુમાવી દીધી હતી. ડેવિડ મલાન 10 અને કેપ્ટન જો રૂટે 11 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે વુડે સાત બોલમાં 11 રન બનાવ્યા હતા. કમિન્સે ઓલી રોબિન્સનને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગ્સને સમેટી લીધી હતી. ઓસ્ટ્રેલિયાનાં ટ્રેવિસ હેડને પ્લેયર ઓફ ધ મેચ તેમજ પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.