@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા ખોડીદાસ પટેલ નામનાં વેપારીએ પોલીસ કમિશનરને બાપુનગર પોલીસ વિરૂદ્ધની અરજી કરી છે. આ અરજી મુજબ વેપારીની બાપુનગરમાં આવેલી ડેકોરેશનની દુકાન બહાર એક શખ્સ લોડિંગ રિક્ષાની બેટરી ચોરવા આવ્યો હતો. વેપારીએ CCTV ફૂટેજમાં ચોરને જોઈ જતાં પોતાનાં મિત્રને જાણ કરી ચોરને પકડી લીધો હતો અને તેનુ નામ પુછતા યુવકે પોતાનુ નામ કીશન પટણી હોવાનું તેમજ બાપુનગરનો રહેવાસી છે અને કડિયાકામ કરે છે તેમજ અગાઉ વેપારીની દુકાનની આસપાસથી ગાડીની બેટરીઓ તેમજ કારનો કાચ તોડીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી વેપારી ચોરને પકડી બાપુનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં હાજર PSI ચંદ્રસિંહ પરમારે વેપારીને આ મામલે કાર્યવાહી કરવાનુ કહીને ઘરે મોકલી દીધા હતા.
Shocking / ઓસ્ટ્રેલિયાનાં PM એ શેર કર્યો પૂરનો ખતરનાક વીડિયો, જુઓ
બીજા દિવસે વેપારી પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેઓને જાણ થઈ કે તેઓનાં પોલીસ સ્ટેશનથી નિકળ્યા પછી જ PSI પરમારે ચોરને છોડી મુક્યો હતો. જેથી વેપારીએ આ ચોરને કેમ છોડી દીધો તેમ PSI ચંદ્રસિંહ પરમારે પુછતા PSI એ ઉદ્ધતાઈ ભર્યા અવાજે વેપારીને કહ્યુ હતુ કે, “અમારી મરજી, અમે ગમે તેને છોડી દઈયે, ચોરોને પકડીને લોકઅપમાં પુરી દઈશુ તો અમારા હપ્તા કેવી રીતે આવશે અને અમારા ઘર કેવી રીતે ચાલશે. અમારા હપ્તા તો SP, DCP અને ઉપલા અધિકારીઓ સુધી જાય છે. ચોર, બુટલેગરો અને અડ્ડા ચલાવનારને પકડી અમે જેલમાં પુરી દઈશુ તો અમે જીવીશુ કેવી રીતે. તેઓનાં હપ્તાથી માંડ માંડ અમારૂ પાર પડે છે.” જ્યાં જાવુ હોય ત્યાં જજે, કોઈ અધિકારી મારૂ કશુ બગાડી નહી શકે, બધા હપતા ખાય છે. તેવુ કહીને વેપારીને પોલીસ સ્ટેશનમાંથી કાઢી મુકાયા હતા.

IND vs ENG / IPL-T20 વર્લ્ડ કપને લઇને બેયરસ્ટોએ આપ્યુ એવુ નિવેદન, ભારતીય ખેલાડી રહે સાવધાન
વેપારીએ PSI ને કહ્યુ હતુ કે, આ ચોર કાલે ફરી ચોરી કરે અથવા તો હથિયાર સાથે રાખી કોઈને મારી નાખે તો શુ કરવાનું. ત્યારે PSI ચંદ્રસિંહ પરમારે કહ્યુ કે, “ભલે ચોરી કરે, મારી નાખે અમારૂ કશુ જવાનુ નથી. ક્યાં અમારો સામાન ચોરાયો છે કે ક્યાં અમારો કોઈ સંબંધી મરી જાય છે.” તેવો જવાબ આપીને તેઓને કાઢી મુક્યા હતા. આ ઘટના બાબતે વેપારીએ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને લેખિતમાં અરજી કરી અને સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા છે. આ અંગે તપાસ કરવા તથા આવા ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
મંત-વ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
