દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વડોદરા (Vadodra)ના મહેમાન બનવાના છે ત્યારે લાખોની સંખ્યામાં લોકો આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રેહવના છે. નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીન પડે તેવી રીતે તૈયાર કરાયેલા વિશાળ ડોમને બનાવવા પાછળ જે શ્રમજીવીઓએ પોતાનો લોહી પસીનો એક કરી દિધો છે દિવસ રાત ક્યારેય જોયા નથી શું તમે જાણો છો કાર્યક્રમ ની તડામાર તૈયારી માં લાગેલા શ્રમજીવી ઓ ના મન માં હાલ શું ચાલી રહ્યું છે ?
વડાપ્રધાન આખા રાજ્યમાં જ્યાં પણ જાય વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે શ્રમજીવીઓ કાર્યક્રમ સ્થળે પોહચી જાય અને જાણે પોતાના ઘરનો પ્રસંગ લઈ બેઠા હોય તેમ તડામાર તૈયારીમાં લાગી જાય છે.અલગ અલગ પાચ રાજ્યો માંથી કુલ 1700 જેટલા શ્રમજીવીઓના સિરે વડાપ્રધાનના કાર્યક્રમની જવાબદારી હોય છે.

ત્યારે વડોદરા ખાતેના કાર્યક્રમમાં ડોમથી માંડી તમામ વ્યવસ્થા સંભાળતા મધ્યપ્રદેશના શ્રમજીવીએ વાત કરતા જણાવ્યું હતું કે અમે વડાપ્રધાન મોદીજીને ખુબ પ્રેમ કરીએ છીએ. મોદીજી જે કાંઈ પણ બોલે એ ખૂબ સ્પષ્ટ બોલે છે.અગાઉ કરતાં હાલ અમારા રાજ્ય ની સ્થિતિ ખૂબ સુધારી છે.મોદીજી ના વડાપ્રધાન બન્યા બાદ થી મધ્યપ્રદેશ માં શિક્ષણ માં સુધાર આવ્યો પાક્કા રસ્તા બની ગયા છે.એટલા માટે જ તો અમે મોદીજી ના કાર્યક્રમો માં સેજ પણ કચાસ રાખતા નથી.અને પોતાનો પ્રસંગ હોય તેમ તૈયારીઓ માં લાગી જઈએ છીએ.જો વડાપ્રધાન દેશ માટે દિવસ રાત મેહનત કરતા હોય તો અમે શ્રમજીવીઓ એમના માટે આટલું તો કરીજ શકીએ ને.જો એક વાર મોદીજી ને મળવાનો મોકો મળે તો બસ એટલુંજ કેહવા માંગીશ કે તમે દેશના ગરીબો ની જેમ બને એમ વધુ મદદ કરો.

તો વળી ડોમ માં સ્કૃ ફિટિંગ નું કામ કરતા ગોધરાના તખત સિંહ એ જણાવ્યું હતું કે હું ચાર વર્ષ થી આ કામ સાથે જોડાયેલો છું.અમે સવારે આઠ વાગ્યે કામ પર લાગી જઈએ તો સાંજે પાચ વાગ્યા સુધી સતત કામ કરીએ છીએ બાદમાં થોડો આરામ કરી જરૂર જણાય તો આખી રાત પણ કામ કરીએ છીએ.ગોધરા થી કુલ 55 શ્રમજીવીઓ વડોદરા આવ્યા છે.અમારી ઇચ્છા છે કે અમે મોદીજી ની એક ઝલક જોઈએ પણ શું કરીએ અમે શ્રમજીવી છીએ એટલે અમને સભા મંડપ ની અંદર પેશવા નહિ દે.અમારી મોદીજી ને મળવાની ખૂબ ઈચ્છા છે.બીજી કમનસીબી એ છે કે અમે સતત કામ કરી ખૂબ થાકી જઈએ છીએ જ્યારે મોદીજી સ્ટેજ પર થી ભાષણ કરતા હોય ત્યારે અમે સ્ટેજ પાછળ થાક ના માર્યા આરામ કરતા હોય છે કેમ કે કાર્યક્રમ પતે તરત અમારે ફરી કામે લાગવાનું હોય છે.
આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં ધો. 12માં નાપાસ થતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત
આ પણ વાંચો:જૂનાગઢમાં દારૂબંધી માટે સરપંચનો અનોખો પ્રયાસ, જો દારૂ પીતા પકડાયા તો ગયા સમજો….
આ પણ વાંચો: આણંદના યુવકની અમેરિકામાં હત્યા, લૂંટારાએ ગોળી મારીને ઉતાર્યો મોતને ઘાટ
