- સુરતમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત
- ધો. 12માં નાપાસ થતા કર્યો આપઘાત
- ડરે કાપડ વેપારીના પુત્રએ કર્યો આપઘાત
- ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ડાયમંડ સીટી સુરતમાં દિવસેને દિવસ ક્રાઈમની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હત્યા, દુષ્કર્મ અને આત્મહત્યા જેવા બનાવ સતત સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. ધોરણ-12માં નાપાસ થવાના ડરે વેપારીના પુત્રએ આપઘાત કરી લીધો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પુત્રેએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આગામી 25મી તારીખે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. સીબીએસઈમાં અભ્યાસ કરતા પુત્રએ રિઝલ્ટ પહેલા જ આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.
ભટારના ક્રિષ્ણા કોમ્પલેક્ષ ખાતે રહેતા મુકેશભાઈ ઓરડીયા કાપડનો વેપાર કરે છે. તેમનો પુત્ર મનન ધોરણ-12માં અભ્યાસ કરે છે. મનને તાજેતરમાં ધોરણ-12ની પરીક્ષા આપી છે. જોકે, પરિણામ પહેલા જ તેણે પોતાના રૂમમાં આપઘાત કરી લીધો છે. મૃતકનો નાનો ભાઈ પણ તેની સાથે જ લાન્સર આર્મી સ્કૂલમાં અભ્યાસ કરે છે. પરિવારના કહેવા પ્રમાણે મનનને એવો ડર હતો કે તેને ધોરણ-12માં ઓછા માર્ક્સ આવશે. આ જ કારણે તેણે આપઘાત કર્યો હોઈ શકે છે.
મનન ઓરડિયા અગાઉ ધોરણ 9માં નાપાસ થયો હતો. ત્યાર બાદ ધોરણ 10માં તેના 72 ટકા આવ્યા હતા અને ધોરણ 11માં 55 ટકા જ આવ્યા હતા. હાલ તેણે ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને આગામી 25 જૂનના રોજ તેનું રિઝલ્ટ આવવાનું હતું. જેથી પરીક્ષામાં નાપાસ થશે તેવો તેને ડર સતાવી રહ્યો હતોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:વડોદરામાં પોલીસે એવું કર્યું કે ચારેતરફ થઇ રહ્યાં છે તેમનાં વખાણ : વિદેશમંત્રીએ બિરદાવ્યું આ કામ
આ પણ વાંચો:આણંદના યુવકની અમેરિકામાં હત્યા, લૂંટારાએ ગોળી મારીને ઉતાર્યો મોતને ઘાટ
આ પણ વાંચો: BJP મહિલા મોરચાના અધ્યક્ષે કેમ પ્રદેશ નેતાઓને લીધા આડેહાથ?
