ભાવનગર/ શાળા પ્રવેશોત્સવ કરનાર સરકાર આ શાળાને જૂઓને : સિહોરનાં કાટોડીયાની એક રૂમની શાળામાં પરેશાનીનો નથી પાર

ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતિ જે સે થે રહેતા પ્રવેશોત્સવના દિવસે જ ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others
સિહોર

સિહોર તાલુકાના કાટોડીયાની પ્રાથમિક શાળામાં 110 થી 115 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યારે એક જ રૂમ હોય અને જે જર્જરિત હાલતમાં છે. વિદ્યાર્થીઓ સાથે એક રૂમની અંદર ભણતા હોય ત્યારે વધારાના વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડમાં અથવા તો સામે મંદિરમાં બેસાડવામાં આવે છે જેને લઇ ગ્રામજનો દ્વારા ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતિ જે સે થે રહેતા પ્રવેશોત્સવના દિવસે જ ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. જાણ તંત્રને થતા ટીપીઓ દ્વારા સમજાવટના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ગ્રામજનો ભારેરોષમાં જોવા મળ્યા હતા. કાટોડીયાની

સિહોર

મળતી વિગત અનુસાર સરકાર દ્વારા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ગામો ગામની સ્કૂલો સજાવવામાં આવી રહી છે. બાળકોને નવા કપડાં પહેરાવી શિક્ષકો પ્રવેશોત્સવ કરાવવામાં આવે છે. ત્યારે આ કાટોડીયાની નરી વાસ્તવિકતા જોઈ અધિકારીઓ મોટા ઉપાડે આવે છે ત્યારે વીલા મોંએ પાછા જાય છે. સાતસો લોકોની વસ્તી ધરાવતું ગામની અંદર ફક્ત એક જ રૂમ શિક્ષકોને બેસવા માટે પણ જગ્યા નથી. રૂમ નથી શિક્ષકો પણ ઓછા છે. અહીં એક થી આઠ ધોરણનો અભ્યાસ કરાવામાં આવે છે પરંતુ અનેક મુસીબતો સાથે આ ગામના મહિલા સરપંચ સેજલબા ભવદીપસિંહ ગોહિલ દ્વારા છેલ્લા 3 વર્ષથી તંત્ર ને રજૂઆતો,શાળાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે સરકારના ગાલ પર તમાચા સ્વરૂપ આ કાટોડીયા પ્રાથમિક શાળાની હાલત કફોડી બની છે શાળાની જર્જરિત હાલત આગામી ચોમાસામાં કોઈ દુર્ઘટના સર્જે તે પહેલાં યોગ્ય કરવા ગ્રામજનોની માંગ છે. ચૂંટણી તથા આવા રાજકીય પ્રોગ્રામમાં જ અમારું ગામ નેતાઓ તથા તંત્રને યાદ આવે છે તેવું ગ્રામજનો દ્વારા જણાવાય રહ્યું છે.

સિહોર

આ પણ વાંચો : ચીમન પટેલે “પંચવટી કાંડ” કરીને ઘનશ્યામ ઓઝાની સરકાર ઉથલાવી હતી