- ભૂજ નગરપાલિકાએ હાથ ધરી ઝૂંબેશ
- રૂ.13 કરોડના વેરા વસુલાતનો ટાર્ગેટ
- બાકીદારોને પાઠવવામાં આી નોટીસ
- કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી
- 10 ટકા વળતર યોજનાનો લભા મળશે
ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં નગરપાલિકા દ્વારા 13 કરોડની વેરા વસુલાતનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનો હિસાબી ચોપડાની સમીક્ષા અને હિસાબો પૂર્ણ કરવાનો મહિનો હોવાથી આ માસમાં સૌથી વધુ આવક થશે. ત્યારે આ અંગે ટેક્સ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે બાકીદારોને નોટીસ પાઠવવાની સાથે કનેક્શન કાપવાની કામગીરી થઈ રહી છે. તેમજ સરકારની 10 ટકા વળતર યોજના મુદ્દે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
માર્ચ મહિનો નજીક આવતા ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશને વેગવાન બનાવી દેવાઈ છે.નગરપાલિકા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ 13 કરોડની વેરા વસુલાતનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો જોકે ફેબ્રુઆરી મહિના સુધીમા જ 13 કરોડની આવક થઈ ગઈ છે.માર્ચ મહિનો હિસાબી ચોપડાની સમીક્ષા અને હિસાબો પૂર્ણ કરવાનો મહિનો હોવાથી આ માસમાં સૌથી વધુ આવક થશે.હાલમાં બાકીદારોને નોટિસ બજવણી સાથે કનેક્શન કાપવાની પણ કામગીરી થઈ રહી છે.
નગરપાલિકાની તિજોરી તળિયાઝાટક છે અને વિકાસના કામો કરવા માટે લોકભાગીદારી જોઈએ જેથી ભુજ સુધરાઈ દ્વારા શરૂઆતથી જ વેરા વસુલાત ઝુંબેસ સઘન બનાવાઈ હતી.હાલમાં ભાજપના નગરસેવકોને પણ વોર્ડ વાઇઝ બાકીદારો પાસેથી ટેક્સ વસૂલવા જણાવાયું છે દરમ્યાન સરકારની 10 ટકા વળતર યોજના મુદ્દે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.આ વર્ષે નગરપાલિકા દ્વારા રેકર્ડ બ્રેક વસુલાત કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો :બજેટ સત્રના આરંભથી જ હોબાળો, રાજ્યપાલના ભાષણ સમયે જ લાગ્યા નારા
આ પણ વાંચો :અંકલેશ્વરમાં રાજ્ય કક્ષાના મંત્રીના કાફલાને અટકાવવાનો પ્રયાસ, જાણો શું થયું પછી
આ પણ વાંચો :યુક્રેનના સુમિ ખાતે ફસાયા 400 વિદ્યાર્થીઓ, યુધ્ધને લઈ વ્યાપ્યો ભયનો માહોલ
આ પણ વાંચો : વિકાસ ગાંડો થયો: અમદાવાદના તૂટેલા રોડની પાંચ વર્ષથી સમસ્યા
