ભાજપ હવે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને અંતિમ તબક્કાની કવાયત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ માટે ભાજપના તમામ સાંસદો ને શનિવારે 16 જુલાઈના રોજ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ હાજર રહેશે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તમામ સાંસદોને શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી જવાની સૂચના આપવામાં આવી હતી. શનિવારે 16 જુલાઇના રોજ સાંજે 6.30 કલાકે સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં બેઠક યોજાશે. બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન અંગે માહિતી આપવામાં આવશે. આ ટ્રેનિંગમાં જણાવવામાં આવશે કે વોટ કેવી રીતે નાખવો, બેલેટ પેપર પર દ્રૌપદી મુર્મુના નામની સામે પ્રથમ પ્રાથમિકતા કેવી રીતે આપવી, આ બધું જણાવવામાં આવશે.
ત્યારપછી બીજા દિવસે એટલે કે રવિવાર, 17 જુલાઈએ બપોરે 3 વાગે NDAની બેઠક પણ તે જ જગ્યાએ બોલાવવામાં આવી હતી. જેમાં NDAના તમામ સાંસદો અને મંત્રીઓને રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેની પાછળની રણનીતિ એ છે કે તમામ ભાજપ અને સહયોગી પક્ષોના સાંસદોનું 100 ટકા મતદાન હોવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને તે દિવસથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAની મહિલા આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષે સંયુક્ત રીતે પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાને ઉમેદવાર બનાવ્યા છે. બંને નેતાઓ તેમની તરફેણમાં સમર્થન મેળવવા માટે વિવિધ રાજ્યોના પ્રવાસ પર છે, જ્યાં તેઓ સમર્થન મેળવવા માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળી રહ્યા છે.
આ પણ વાંચો:અહીં લગ્ન પછી ત્રણ દિવસ સુધી ટોયલેટ નથી જઈ શકતા દુલ્હા-દુલ્હન, જાણો શું છે કારણ
આ પણ વાંચો: હિજાબને લઈને ઈરાનમાં યુવતીઓનો મોરચો, રાષ્ટ્રપતિ વિરુદ્ધ થઇ રહ્યું છે ઉગ્ર પ્રદર્શન
આ પણ વાંચો:હવે ગૂગલમાં પણ ‘નોકરી’ મુશ્કેલ, જાણો સુંદર પિચાઈએ શું કહ્યું…
આ પણ વાંચો: અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ 15 જુલાઈએ સુનાવણી કરશે, નોટિફિકેશન રદ કરવાની છે માંગ
