ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રાજા સિંહની મંગળવારે હૈદરાબાદમાં એક વિશેષ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બીજેપી ધારાસભ્ય એ સોમવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીની ટીકા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તે કથિત રીતે એક ખાસ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળે છે. ફારૂકીએ તાજેતરમાં શહેરમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. બીજેપી નેતાની ધરપકડની માંગ સાથે, સમુદાયના કેટલાક સભ્યોએ સોમવારે રાત્રે હૈદરાબાદના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યા.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમ (AIMIM) ના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના ઘણા ધારાસભ્ય અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરો પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યાં પ્રદર્શન કર્યું અને રાજા સિંહ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી. પોલીસે જણાવ્યું કે સિંહ વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે. દબીરપુર પોલીસ સ્ટેશનના નિરીક્ષક જી કોટેશ્વર રાવે જણાવ્યું હતું કે તેમને સિંહ વિરુદ્ધ ફરિયાદ મળી છે જેમાં આરોપ છે કે બીજેપી ધારાસભ્યએ ચોક્કસ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે.
तेलंगाना पुलिस ने पैगंबर मुहम्मद के खिलाफ कथित अपमानजनक टिप्पणियों के लिए भाजपा विधायक राजा सिंह को हिरासत में लिया। pic.twitter.com/nRIOfH9whM
— ANI_HindiNews (@AHindinews) August 23, 2022
રાવના જણાવ્યા અનુસાર, સિંહ પર ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો કરવા, ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવા અને કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ભડકાવવા બદલ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઇજા પહોંચાડવા અને ફોજદારી ધમકી આપવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે.
ગોશામહલના ધારાસભ્ય સિંહે તેમની ધરપકડ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે જે સોશિયલ મીડિયા સાઇટ પર તેમનો વીડિયો શેર કર્યો હતો તેમણે તેને હટાવી દીધો છે અને તે રિલીઝ થયા બાદ વીડિયો ક્લિપનો “બીજો ભાગ” અપલોડ કરશે. સિંહે કહ્યું, “તેઓએ યુટ્યુબ પરથી મારો વીડિયો હટાવી દીધો. મને ખબર નથી કે પોલીસ શું કરશે.
જ્યારે હું રિલીઝ થઈશ ત્યારે ચોક્કસપણે વીડિયોનો બીજો ભાગ અપલોડ કરીશ. હું આ ધર્મ માટે કરી રહ્યો છું. હું ધર્મ માટે મરવા પણ તૈયાર છું.” સિંહ એ જાણવા માગતા હતા કે તેમની વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આટલી બધી ફરિયાદો કેમ નોંધવામાં આવી છે. “ફરિયાદો શા માટે નોંધવામાં આવી? આપણા રામ રામ નથી? આપણી સીતા સીતા નથી? મેં ડીજીપી (પોલીસ મહાનિર્દેશક)ને હાથ જોડીને વિનંતી કરી હતી કે તેમણે રામ અને સીતા વિરુદ્ધ હેટ કોમેડી કરનાર માણસ (મુનવ્વર ફારૂકી)ને મંજૂરી ન આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે બીજા દિવસે ફારૂકીનો કાર્યક્રમ જ્યાં યોજાવાનો હતો તે સ્થળે પહોંચવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે 19 ઓગસ્ટે રાજા સિંહની અટકાયત કરી હતી.
તાજેતરમાં મળેલા મોટા સમાચાર મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રાજા સિંહને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. નોંધનીય છે કે રાજા સિંહે પૈગંબર મોહમ્મદ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના માટે હવે તેમની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અસદુદ્દીન ઓવૈસીનો મોટો આરોપ, તેલંગાણામાં રમખાણો કરાવવા માંગે છે બીજેપી
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા સોનિયા ગાંધી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા
આ પણ વાંચો:દારૂ પીધા બાદ યુવકને આંખે દેખાતું બંધ, શું વધુ એક લઠ્ઠાકાંડ સર્જાશે ?
