કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.રાષ્ટ્રપતિ ભવને એક ટ્વિટમાં માહિતી આપી હતી કે કોંગ્રેસ અધ્યક્ષ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને મળ્યા હતા.બંને વચ્ચેની મુલાકાત વિશે કોઈ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી અને તેને સૌજન્ય મુલાકાત તરીકે વર્ણવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ દ્રૌપદી મુર્મુ સાથે સોનિયા ગાંધીની આ પ્રથમ મુલાકાત છે. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારથી દેશભરના અગ્રણી નેતાઓ અને મંત્રીઓ તેમની સાથે સૌજન્ય મુલાકાત માટે આવી રહ્યા છે.
President, Indian National Congress Sonia Gandhi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan pic.twitter.com/zzU9XTUUq2
— President of India (@rashtrapatibhvn) August 23, 2022
આ પણ વાંચો:દારૂ પીધા બાદ યુવકને આંખે દેખાતું બંધ, શું વધુ એક લઠ્ઠાકાંડ સર્જાશે ?
આ પણ વાંચો: એશિયા કપ 2022 પહેલા ભારતને મોટો ઝટકો, મુખ્ય કોચ રાહુલ દ્રવિડને થયો કોરોના
આ પણ વાંચો:મુંબઈની લલિત હોટલને ઉડાવી દેવાની ધમકી, 5 કરોડની માંગી ખંડણી
