વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે બંધારણીય પદ પર તેમનો 20 વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બંધારણીય પદમાં 20 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ બુથ સ્તરે ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે. 2001 માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બંધારણીય પદના બે દાયકા પૂર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી 7 ઓક્ટોબરે શ્રેણીબદ્ધ કાર્યક્રમો સાથે આ પ્રસંગની ઉજવણી કરવા માટે તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના કાર્યકરો નદીઓને સાફ કરીને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બૂથ સ્તરે કરવામાં આવેલા કામો અને આવા અન્ય સામાજિક કાર્યક્રમો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવીને દિવસને ખાસ બનાવશે, એમ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું. પાર્ટીના કાર્યકરો દેશના દરેક બુથ પર પીએમ મોદીની નીતિઓ વિશે લોકોને જાગૃત કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશની નદીઓની સફાઈ આ દિવસની યોજનાનો મહત્વનો ભાગ હશે. તેમણે વધુમાં માહિતી આપી કે ધારાસભ્યો, સાંસદો અને અન્ય લોકો પોતપોતાના મતવિસ્તારમાં યોજનાનો અમલ સુનિશ્ચિત કરશે.

બીજેપીના અન્ય એક સૂત્રએ જણાવ્યું કે દેશભરના ગુરુદ્વારાઓ પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે ‘અરદાસ’ કરશે અને ‘સેવા સમર્પણ’ના ભાગરૂપે લંગરનું આયોજન કરવામાં આવશે. ઘણી શીખ સમિતિઓ દેશના એક અથવા બીજા ભાગમાં આ કરી ચૂકી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટી મુખ્યાલય ખાતે સપ્ટેમ્બરમાં ‘સેવા અને સમર્પણ અભિયાન’ શરૂ કર્યું હતું.
ડ્રગ્સ માફિયા / એક સમયે મુંબઈમાં બટાટા વેચતો હતો અને હવે ‘બટાટા’ દેશનો સૌથી મોટો ડ્રગ સપ્લાયર છે
લખીમપુર ખેરી / કેન્દ્રીય મંત્રીના પુત્રની કારની ટક્કરે 5 ખેડૂતોના મોત મામલે રાહુલ ગાંધીએ કહ્યું, …
ડ્રગ્સ કેસ / રેવ પાર્ટી શું છે ? ક્યાં ડ્રગનો ઉપયોગ થાય છે, આવો જાણીએ અત થી ઈતિ
ક્રુઝ ડ્રગ્સ પાર્ટી / શાહરૂખ પુત્ર આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓને એક દિવસની કસ્ટડીમાં મોકલાયા
તાલિબાનના શાસન / વધતી ગરીબી: દીકરીનો જીવ બચાવવા અફઘાન મહિલાએ પોતાનું નવજાત બાળક વેચ્યું
ક્રુઝ ડ્રગ્સ પાર્ટી / NCB ને આ રીતે મળી હતી ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી વિશે માહિતી, જાણો દિલધડક ઓપરેશનની આખી કહાની
