- ઉપલેટામાં ભંગારના ગોડાઉનમાં બ્લાસ્ટ
- બ્લાસ્ટ થતાં બે લોકોના મોત
- જૂના કટલરી બજાર પાસે ગોડાઉનમાં બ્લાસ્ટ
- જુના ફ્રીઝના કમ્પ્રેસરમાં બોટલ ફાટી
- ફાયર વિભાગ-પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટના ઉપલેટાના જૂના કટલરી બજાર અને ભંગાર બજારમાં ફ્રીઝનું કોમ્પ્રોસર અને ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ધડકામાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા ઉપલેટા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :આપઘાત / રાજકોટમાં મહિલા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન
મળતી માહિતી અનુસાર,બનાવને પગલે બજારમાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંનેના મૃતેદહ હોસ્પિટલ ખસેડીને બ્લાસ્ટ કેવી રીતે થયો તે જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંનેના મૃતેદહ હોસ્પિટલ ખસેડીને બ્લાસ્ટ કેવી રીતે થયો તે જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :ગુજરાત / સોનુ સૂદ અમદાવાદના પ્રવાસે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કરી બેઠક
આ બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતાં. જો કે, હજુ સુધી આ બ્લાસ્ટ થવા પાછળનું કારણ અકબંધ છે. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ તપાસ ચાલી રહી છે તેમજ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. જે બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે તેમાં રહીશ રજાક કાણા (ઉ.વ. 27 ) અને રજાક અજિત કાણા ( ઉ.વ. 60) નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :આપઘાત / સેટેલાઇટમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીએ ગળેફાંસો ખાઈ કર્યું મોતને વ્હાલું
બનાવને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે થોડાવારમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થલે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :કેવડિયા / ગુજરાતે છ સિંહો આપીને બિહારમાંથી એક ગેંડો લીધો
