ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માં 28 સપ્ટેમ્બર (મંગળવારે) બે મેચ રમાઈ હતી, પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને IPL 2021 નાં બીજા તબક્કાની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને UAE માં રમાઈ રહેલી બીજા તબક્કાની પહેલી જીત મળી હતી. આ બે મેચોનાં પરિણામ બાદ પોઈન્ટ ટેબલમાં પણ કેટલાક મહત્વનાં ફેરફારો થયા છે.
આ પણ વાંચો – Cricket / ઝુલન ગોસ્વામી ICC મહિલા રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી, કારકિર્દીમાં 600 વિકેટ ઝડપી
કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવ્યું અને આ હાર બાદ ટીમનું પ્રથમ સ્થાન પર પહોંચવાનું સ્વપ્ન અત્યારે પૂરું થઈ શક્યું નથી. બીજા તબક્કામાં પોતાની પ્રથમ જીત નોંધાવનાર રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. પોઈન્ટ ટેબલમાં, ચેન્નઈ સુપર કિંગ્સ 16 પોઈન્ટ અને શ્રેષ્ઠ નેટ રન રેટ સાથે ટોચ પર છે. IPL નાં લીગ રાઉન્ડમાં તમામ ટીમોએ 14-14 મેચ રમવાની છે, આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સ, કોલકતા નાઇટ રાઇડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ પાસે હવે ત્રણ-ત્રણ મેચ છે, જ્યારે અન્ય તમામ ટીમોએ હજુ ચાર મેચ રમવાની બાકી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ બંનેનાં ખાતામાં 10-10 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટનાં આધારે કોલકતા નાઇટ રાઇડર્સ હાલમાં ટોપ-4 માં છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાંચમાં સ્થાને છે. હારની હેટ્રિક બાદ મુંબઈ ઈન્ડિયન્સે આ વિજય મેળવ્યો હતો અને આ જીતનાં હીરો કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને સૌરભ તિવારી રહ્યા હતા.
This is what the Points Table looks like after Match 42 of #VIVOIPL. 🔽 #MIvPBKS pic.twitter.com/JGWUyjqXbW
— IndianPremierLeague (@IPL) September 28, 2021
આ પણ વાંચો – Cricket / ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટરે માઇનર લીગ ક્રિકેટમાં ચોક્કા-છક્કાનો કર્યો વરસાદ, Video
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માં મંગળવારે, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે 42 મી મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવી વિજેતા ટ્રેક પર પરત ફર્યા છે. અબુ ધાબીનાં શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરીને પંજાબને 6 વિકેટે 135 સુધી મર્યાદિત રાખ્યો હતો અને પછી 19 મી ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ માટે સૌરભ તિવારીએ 37 બોલમાં ત્રણ ચોક્કા અને બે છક્કાની મદદથી 45 રન બનાવ્યા હતા. તેના સિવાય ક્વિન્ટન ડી કોકે 27 રન બનાવ્યા હતા.
