wolrd/ નહાતી વખતે છોકરાના માથામાં ‘મગજ ખાવાનો કીડો’ ઘૂસી ગયો, મગજ થઇ ગયું ખાલી

છોકરાના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું અને આ ઈન્ફેક્શનને કારણે તેનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ‘મગજ ખાનાર કીડો’ ઘણીવાર ગરમ મીઠા પાણીના તળાવો, નદીઓ, નહેરો અને તળાવોમાં મળે છે. 

Top Stories World

13 વર્ષનો છોકરો નદીમાં ન્હાવા ગયો હતો. નહાવા દરમિયાન કીડો નાક દ્વારા તેના મગજમાં પહોંચ્યો હતો. બાદમાં છોકરાના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું અને આ ઈન્ફેક્શનને કારણે તેનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે ‘મગજ ખાનાર કીડો’ ઘણીવાર ગરમ મીઠા પાણીના તળાવો, નદીઓ, નહેરો અને તળાવોમાં મળે છે.

નદીમાંથી પરત આવેલા 13 વર્ષના છોકરાની તબિયત અચાનક બગડી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તબીબોના જણાવ્યા અનુસાર છોકરાના માથામાં ‘બ્રેઈન ઈટિંગ અમીબા’ ઘૂસી ગઈ હતી. જેના કારણે તેના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું અને બાદમાં હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું.

ધ મિરર અનુસાર, મામલો અમેરિકાના નેબ્રાસ્કાનો છે, જ્યાં એક 13 વર્ષનો છોકરો એલ્હોર્ન નદીમાં નહાવા ગયો હતો. નહાવા દરમિયાન કીડો નાક દ્વારા તેના મગજમાં પહોંચ્યો હતો. બાદમાં છોકરાના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું અને આ ઈન્ફેક્શનને કારણે 10 દિવસ પછી હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું.

મગજ ખાનારા અમીબા દ્વારા ફેલાતા દુર્લભ પ્રકારના ચેપને કારણે છોકરાનું મૃત્યુ થયું હતું. ડગ્લાસ કાઉન્ટી હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, છોકરાને પ્રાઈમરી એમેબિક મેનિન્ગોએન્સફાલીટીસ (પીએએમ) નામનો દુર્લભ મગજનો ચેપ હતો. આ ચેપ Naegleria Fowleri amoeba ના કારણે થાય છે.

આ અમીબા એટલો ખતરનાક છે કે તે મગજના કોષોને ખાઈ જાય છે, જેના કારણે માનવ મગજમાં ચેપ ફેલાય છે અને તેનું મૃત્યુ થાય છે. Naegleria Fowleri amoeba એટલો નાનો છે કે તેને માઇક્રોસ્કોપ વિના જોઈ શકાતો નથી. પરંતુ આ નાનું પ્રાણી પણ માણસને મારી નાખવા સક્ષમ છે.

આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે અમીબા પાણીમાં નાક દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે, જ્યાં તે નાકમાંથી મગજમાં જાય છે. ‘મગજ-ભક્ષી કૃમિ’ ઘણીવાર ગરમ મીઠા પાણીના સરોવરો, નદીઓ, નહેરો અને તળાવોમાં ઉગે છે.