બોલીવુડ ન્યુઝ/ ભાઈ તૈમૂરની કાર્બન કોપી છે નાનો ભાઈ જેહ, કરીના-સૈફના નાના દીકરાની તસવીરો થઈ વાયરલ

કરીના અને સૈફે અત્યાર સુધી નાના દીકરાની એક ઝલક પણ કોઈની સામે આવવા દીધી ન હતી. પરંતુ કરીના કપૂર ખાનના એક ફેન પેજ પર તાજેતરમાં જેહની તસવીરો શેર કરવામાં આવી છે.

Entertainment

કરીના કપૂરના પહેલા દીકરા તૈમૂર અલી ખાનને એટલું મીડિયા અટેંશન મળ્યું કે તેમણે બીજા સંતાનને મીડિયાથી સાવ દૂર રાખ્યો છે. કરીના અને સૈફે અત્યાર સુધી નાના દીકરાની એક ઝલક પણ કોઈની સામે આવવા દીધી ન હતી. પરંતુ કરીના કપૂર ખાનના એક ફેન પેજ પર તાજેતરમાં જેહની તસવીરો શેર કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર કરીના કપૂર ખાનની જેહ સાથેની પહેલી તસવીર સામે આવી છે. જેમાં કરીના કપૂરની એક તસવીર તૈમૂર સાથેની છે જ્યારે બીજી તસવીરમાં કરીના જેહને રમાડી રહી છે. આ તસવીર જોઈને કહેવામાં આવી રહ્યું છે કે જેહ તૈમૂરની કાર્બન કોપી છે.