Shahrukh Khan reached Mecca for Umrah / શાહરૂખ ખાન ઉમરાહ કરવા માટે મક્કા પહોચ્યો, તસવીરો વાયરલ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. UAEમાં ‘ડંકી’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ શાહરૂખ ખાન ઉમરાહ માટે મક્કા પહોંચી ગયો છે

Entertainment
Shahrukh Khan reached Mecca for Umrah

Shahrukh Khan reached Mecca for Umrah: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. UAEમાં ‘ડંકી’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ શાહરૂખ ખાન ઉમરાહ માટે મક્કા પહોંચી ગયો છે. થોડા દિવસો પહેલા શાહરૂખ ખાને મક્કા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે ક્ષણ પણ આવી ગઈ છે જ્યારે શાહરૂખ ઉમરાહ માટે ત્યાં પહોંચ્યો હતો.અત્યાર સુધી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે શાહરૂખ ખાન ઉમરાહ કરવા માટે મક્કા પહોંચી ગયો છે. પરંતુ હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે.

 

 

સાઉદી અરેબિયાના એક પત્રકારે ટ્વિટ કરીને પુષ્ટિ કરી છે કે કિંગ ખાને મક્કા પહોંચ્યા બાદ ઉમરાહ કરી છે. સુપરસ્ટારના ઉમરાહનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે સફેદ કપડામાં જોવા મળી રહ્યો છે.વીડિયોમાં શાહરૂખ ખાન ચાહકો અને સુરક્ષાથી ઘેરાયેલો જોઈ શકાય છે. શાહરૂખ ખાનને અલગ અંદાજમાં જોઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

 થોડા સમય પહેલા કિંગ ખાને ટ્વીટ કરીને ઉમરાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે જુઓ એ ક્ષણ પણ આવી ગઈ જ્યારે શાહરૂખ ખાનની આ ઈચ્છા પણ પૂરી થઈ. શાહરૂખ ખાને ટ્વીટ કરતા લખ્યું, મક્કા-મદીના ઈન્શા અલ્લાહ જલ્દી.

 

 

 

શાહરૂખ ખાન ‘ડંકી’ના શૂટિંગ માટે UAE ગયો હતો. તેણે સોશિયલ મીડિયા પર વિડિયો શૅર કરીને શૂટિંગ પૂરું કરવાની જાહેરાત પણ કરી હતી. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ શાહરૂખ ખાને ટીમના તમામ કલાકારોનો આભાર માન્યો હતો. આ સિવાય તેમણે સાઉદી અરેબિયાના સંસ્કૃતિ અને ફિલ્મ મંત્રાલયનો પણ આભાર માન્યો હતો. ડxકી ઉપરાંત ફેન્સ શાહરૂખ ખાનના પઠાણ અને જવાનની પણ રાહ જોઈ રહ્યા છે.

Video/મુંબઈના રસ્તા પર લુંગી-બનિયાનમાં ફરતો જોવા મળ્યો સલમાન ખાન, જાણો શું છે તેની પાછળનું કારણ