રાખી સાવંત બિગ બોસ 15માં મનોરંજનનો એક ટચ ઉમેરવા માટે ફરી એકવાર પાછી આવી છે. પરંતુ આ વખતે તે એકલી નહીં પરંતુ તેના પતિ રિતેશ સાથે આવી છે. જો કે આ અંગે રાખીને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે મામલો અલગ છે. વાસ્તવમાં, આ વખતે રાખી તેના પતિ રિતેશ સાથે એક સુંદર ક્ષણમાં જોવા મળી છે. બંને બિગ બોસના ગાર્ડન એરિયામાં હતા જ્યારે તેઓએ ત્યાં ઘરના અન્ય સભ્યો સાથે તેમના લગ્નની વાતો શેર કરવાનું શરૂ કર્યું. પછી ઘરના બાકીના લોકો બૂમો પાડવા લાગ્યા. ” Kiss kiss kiss kiss.” બસ પછી તો શું હતું. રિતેશ રાખી પાસે ગયો. તેણે તેને પોતાની બાહોમાં ભરી લીધી અને Kiss કરવા લાગ્યો. આ સાથે જ રાખી પણ શરમાવા લાગી હતી.
આ પણ વાંચો : નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પર પહેલીવાર છલકાયું સામંથાનું દર્દ, કહી આવી વાત
આપને જણાવી દઈએ કે, આ ઘટના બાદ રિતેશનો વધુ એક વીડિયો વાયરલ થવા લાગ્યો હતો જેમાં તે તેની પહેલી પત્ની અને પુત્ર સાથે જોવા મળી રહ્યો છે. રિતેશને લઈને પહેલા દિવસથી જ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે રાખીએ કહ્યું છે કે તે તેનો પતિ છે, પરંતુ હજુ સુધી લોકો તેના પર વિશ્વાસ નથી કરી રહ્યા.
https://www.instagram.com/p/CXT7n2gvtK_/?utm_source=ig_web_copy_link
જણાવી દઈએ કે એક એપિસોડમાં જ્યારે શોના હોસ્ટ સલમાન ખાને રિતેશને તેના વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે બિહારનો છે અને બેલ્જિયમમાં કામ કરે છે અને સોફ્ટવેર એન્જિનિયર છે. તેણે શોમાં ખુલાસો કર્યો હતો કે કેટલાક વ્યાવસાયિક કારણોસર તેણે તેના લગ્નને ગુપ્ત રાખવા પડ્યા હતા.
આ પણ વાંચો :NCB ઓફિસમાં હાજરીથી હેરાન આર્યન ખાને HCમાં જામીનની શરત બદલવાની કરી માંગ
અત્યાર સુધી લોકો રિતેશની અસલી ઓળખ વિશે અનુમાન લગાવી રહ્યા છે. લોકો બિલકુલ માની શકતા નથી કે રિતેશ અને રાખી વચ્ચે પતિ-પત્નીનો સંબંધ છે.
આ પણ વાંચો :પ્રિન્સેસ ડાયનાની વીંટી જેવી જ કેટરિના કૈફના લગ્નની વીંટી છે! જાણો શું છે કિંમત
આ પણ વાંચો :RRR ટ્રેલરે રચ્યો ઇતિહાસ માત્ર 24 કલાકમાં આટલા લોકોએ જોયું…
આ પણ વાંચો :21મું ટિફિન છ પ્રકારના સ્વાદનું યોગ્ય મિશ્રણ કરીને બનાવેલી ફિલ્મ !
