આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી અને કેપ્ટન લિયોનેલ મેસ્સીનો દેશ પ્રત્યેનો જુસ્સો કોપા અમેરિકાની સેમિ-ફાઇનલ મેચમાં જોવા મળ્યો હતો. આર્જેન્ટિના અને કોલમ્બિયા વચ્ચેની સેમિ ફાઇનલ મેચ 7 જુલાઈએ રમાઈ હતી. આ મેચ ટાઇમાં પરણમી હતી. મેચનું પેનલ્ટી શૂટઆઉટ થયું જેમાં આર્જેન્ટિના જીત્યું. મેચનો એક સમય એવો હતો જ્યારે મેસ્સીના પગમાં ઈજા થઈ અને તેના પગમાંથી લોહી નીકળવાનું શરૂ થયું. પરંતુ તેણે તેની સહેજ પણ પરવા કરી ન હતી..
મેસ્સી જમીન પર ઉભો રહ્યો અને સંપૂર્ણ જુસ્સા સાથે રમ્યો. તેની રમત જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે તે આર્જેન્ટિનાને ફાઇનલમાં લઈ જવાનો સંકલ્પ લઈને આવ્યો હોય. સેમિ-ફાઇનલ મેચમાં મેસીની શૈલી રમત જોઈને ઘણા દિગ્ગજો સહિત ચાહકો અને મીડિયાએ તેમની પ્રશંસા કરી. એક ચાહકે ટ્વીટ કરીને લખ્યું છે કે જો બીજો ખેલાડી હોત તો તે આવી સ્થિતિમાં મેદાન છોડી દેત, પરંતુ મેસ્સી હંમેશા દેશ માટે રમે છે.
આ સેમિફાઇનલ મેચમાં આર્જેન્ટિનાનો પહેલો ગોલ રમતની 7 મી મિનિટમાં થયો હતો. મેસ્સીની મદદથી ગોલ કર્યો. પહેલા ભાગમાં આર્જેન્ટિનાની ટીમ 1-0થી આગળ હતી પરંતુ બીજા હાફમાં કોલમ્બિયાએ વળતો સ્કોર કર્યો અને બરાબરી કરી લીધી. કોલમ્બિયા માટે લુઇસ ડિયાઝે આ ગોલ કર્યો.
રમતની 55 મી મિનિટમાં, કોલમ્બિયાના ફ્રાન્ક ફ્રાબ્રાએ બોલને છીનવાના પ્રયાસમાં મેસ્સીને પગ પર લાત મારી હતી. જે બાદ તેના પગમાંથી લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું . આ પર મેચ રેફરીએ ફેબ્રાને યલો કાર્ડ પણ બતાવ્યો હતો, પેનલ્ટી શૂટ-આઉટમાં આર્જેન્ટિનાએ કોલમ્બિયાને હરાવીને ફાઇનલમાં પહોચી ગયું . હવે 11 જુલાઈએ આર્જેન્ટિનાનો મુકાબલો બ્રાઝિલ સામે થશે.
