ભાવવધારો/ જો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઈચ્છે તો પેટ્રોલ રૂ. ૭૫ અને ડીઝલ રૂ.૬૮નાં ભાવે મળી શકે છે…

જો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઈચ્છે તો પેટ્રોલ રૂ. ૭૫ અને ડીઝલ રૂ.૬૮નાં ભાવે મળી શકે છે…

Top Stories Trending Business

@ચિરાગ પંચાલ, અમદાવાદ 

એસબીઆઇના અર્થશાસ્ત્રીઓએ પેટ્રોલ અને ડિઝલની કીંમતોને લઇને એક ગણીત સામે મુકયુ છે. તે અંતર્ગત જો કામ કરવામાં આવે તો ભારતમાં પેટ્રોલ ૭પ રૂપિયે અને ડિઝલ ૬૮ રૂપિયે સામાન્ય જનતાને મળી શકે તેમ છે. પણ તેના માટે કેન્દ્ર અને રાજય સરકારોએ પેટ્રોલ અને ડિઝલને જીએસટી અંતર્ગત લેવા પડશે. તેનાથી હાલ રાજસ્વને નુકશાન થશે પણ તેવો ફાયદો પણ મળી રહેશે. પણ તે સરકાર પર નિર્ભર કરે છે કે તેને લાગું કરવું કે નહી.

Petroleum tank - Petrol Diesel Tank Manufacturer from Ahmedabad

પેટ્રોલને જો જીએસટી અંતર્ગત લઇ જવામાં આવે તો તેની કિંમત હાલના સમયે પણ ઓછી થઇને ૭પ રૂપિયા થઇ શકે છે. એસબીઆઇના ઇકોનોમિસ્ટે એક વિશ્લેષણાત્મક રીપોર્ટમાં આ વાત કરી છે. કેન્દ્ર અને રાજય સ્તર પર ટેક્સ અને કરના ભારથી ભારતમાં પેટ્રોલિયમ પદાર્થોનો ભાવ દુનિયામાં સૌથી ઉંચાસ્તર પર બનેલો છે. જો તેને જીએસટી અંતર્ગ્ત લાવવામાં આવે તો ડીઝલનો ભાવ ઓછો થઇને ૬૮ રૂપિયા થઇ શકે છે.

Spark Engineers Petrol Tanks, Spark Engineers | ID: 9316816091

આવુ થવાથી કેન્દ્ર અને રાજય સરકારોને માત્ર એક લાખ કરોડ રૂપિયાના રાજસ્વનું નુકશાન થશે. જે ભારતની જીડીપીના ૦.૪ ટકા જેટલું જ છે. આ ગણતરી એસબીઆઇ ઇકોનોમિસ્ટે કરી છે. જેમાં આંતરાષ્ટ્રીય બજારમાં કાચાતેલના ભાવ ૬૦ ડોલર પ્રતિબેરલ અને ડોલર-રૂપિયાનો વિનિમય દર ૭૩ રૂપિયા પ્રતિડોલર માનવામાં આવ્યો છે. હાલના સમયમાં પ્રત્યેક રાજય પેટ્રોલ-ડીઝલ પર પોતાની જરૂરીયાત પ્રમાણે વેટ લગાવી રહયા છે. જયારે કેન્દ્ર તેના પર ઉત્પાદન ભાવ અને બીજો કર લગાવી રહયુ છે. તેને લઇને દેશના કેટલાક ભાગોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિલિટર સુધી પહોચી ગયો છે. તેવામાં પેટ્રોલિયમ પદાર્થો પર ઉંચાદરના કરને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના લીધે ઇંધણ મોંઘુ થઇ રહયુ છે.

એસબીઆઇ ઇકોનોમીસ્ટે કહયુ કે જીએસટી લાગુ કરતા સમયે પેટ્રોલ અને ડીઝલને પણ તેના અંતર્ગત લાવવાની વાત કરવામાં આવી હતી. પણ એવું થયુ નથી. પેટ્રોલઅડીઝલના ભાવો આ નવી અપ્રત્યક્ષ પ્રણાલી અંતર્ગત લાવવાથી ઇંધણના ભાવોમાં રાહત મળી શકે તેમ છે. તેમનું કહેવુ છે કે કેન્દ્ર અને રાજય સરકારો કાચાતેલના ઉત્પાદનને જીએસટી અંતર્ગત લાવવાના મુડમાં નથી. કારણ કે પેટ્રોલિયમ ઉત્પાદનોનું વેચાણ કરીને વેટ લગાવીને સરકારો માટે રાજસ્વ ભેગું કરવાનો પ્રમુખ સોર્સ છે. આ પ્રકારે આ મામલામાં રાજકીય ઇચ્છાશક્તિની કમી છે. જેનાથી કાચાતેલને જીએસટી અંતર્ગત લાવી શકાતો નથી.

કાચાતેલના ભાવ અને ડોલરના વિનિમય દર ઉપરાંત ઇકોનોમિસ્ટે ડીઝલ માટે પરિવહન ભાડું ૭.૨પ રૂપીયા અને પેટ્રોલ માટે ૩.૮૨ રૂપિયા પ્રતિલીટર રાખ્યુ છે. તે ઉપરાંત ડીલરનું કમિશન, ડીઝલના મામલામાં ૨.પ૩ રૂપિયા અને પેટ્રોલના મામલામાં ૩.૬૭ રૂપિયા પ્રતિલીટર માનીને પેટ્રોલ પર ૩૦ રૂપિયા અને ડીઝલ પર ૨૦ રૂપિયા પ્રતિલીટરના હિસાબથી કર અને ૨૮ ટકા જીએસટીના દરથી ઓછા કેન્દ્ર અને રાજયોની વચ્ચે બરાબર રીતે વહેચવામાં આવશે. આ આધાર પર ઇકોનોમિસ્ટે અંતિમ મુલ્યોનું અનુમાન લગાવ્યુ છે.

Petrol prices can come down to ₹75, diesel to ₹68 under GST: SBI economists  | A2Z Taxcorp LLP

તેમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષે ડીઝલના મામલામાં ૧પ ટકા અને પેટ્રોલના મામલામાં ૧૦ ટકાનો વધારાની સાથે આ માનવામાં આવ્યુ છે કે જીએસટી અંતર્ગત તેને લાવવાથી એક લાખ કરોડ રૂપિયાનો નાણાકિય પ્રભાવ પડી શકે છે. GST સિસ્ટમમાં એક લાખ રૂપિયાની રેવન્યૂ લોસનો આંકડો ડીઝલ અને પેટ્રોલની ખપતમાં વધારાના આધારે કાઢવામાં આવ્યો છે. ક્રુડના ભાવમાં એક ડોલર પ્રતિ બેરલના વધારાથી પેટ્રોલનો ભાવ 50 પૈસા અને ડીઝલનો ભાવ દોઢ રૂપિયા પ્રતિ લીટર વધશે. જે રાજ્યોમાં સૌથી વધુ ટેક્સ રેવન્યૂ મળે છે ત્યાં પેટ્રોલ-ડીઝલને GST સિસ્ટમમાં લાવવાથી તેમનો લોસ સૌથી વધુ થશે. પરંતુ કન્ઝ્યુમરને પેટ્રોલ અને ડીઝલમાં દર લીટરે 10થી 30 રૂપિયા સુધીની બચત થવા લાગશે.

આ ઉદાહરણમાં રસપ્રદ વાત એ છે કે ક્રુડ 10 ડોલર પ્રતિ બેરલ સસ્તું થવા પર રાજ્યો અને કેન્દ્રને 18,000 કરોડ રૂપિયાની બચત થશે. આ ત્યારે થશે જ્યારે બંને પ્રાઈઝને બેઝલાઈન પર યથાવત રાખવામાં આવશે. અને ઘટાડેલા ભાવનો ફાયદો કન્ઝ્યૂમરને ન આપવામાં આવે. જો ક્રુડનો ભાવ 10 ડોલર પ્રતિ બેરલ વધે છે પરંતુ તેનો બોજ ઉપભોક્તાઓ પર ન નાખવામાં આવે તો 9,000 કરોડ રૂપિયાની બચત થશે.