Not Set/ પાકિસ્તાનની પાગલપંતી : એકલા પડી ગયેલા ઇમરાને UN પર જ લગાવ્યા આરોપ

કાશ્મીર મુદ્દે વિશ્વનાં દરેક પ્લેટફોર્મ પર ભારતનાં હાથે રાજદ્વારી હારનો ભોગ બનેલા પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાને હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘ – UN પર આરોપ લગાવ્યો છે. ઇમરાને શુક્રવારે કહ્યું હતું કે મુસ્લિમો પરના અત્યાચાર અંગે યુએન પણ મૌન છે.   કાશ્મીરીઓ સાથે એકતા દર્શાવવા માટેના ‘કાશ્મીર અવર’ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં ઇમરાને કહ્યું, જો કાશ્મીરના લોકો […]

Top Stories World

કાશ્મીર મુદ્દે વિશ્વનાં દરેક પ્લેટફોર્મ પર ભારતનાં હાથે રાજદ્વારી હારનો ભોગ બનેલા પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાને હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘ – UN પર આરોપ લગાવ્યો છે. ઇમરાને શુક્રવારે કહ્યું હતું કે મુસ્લિમો પરના અત્યાચાર અંગે યુએન પણ મૌન છે.  

કાશ્મીરીઓ સાથે એકતા દર્શાવવા માટેના ‘કાશ્મીર અવર’ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં ઇમરાને કહ્યું, જો કાશ્મીરના લોકો મુસ્લિમ ન હોત તો દુનિયા ત્યાં થઈ રહેલા ‘અત્યાચાર’ પર બોલતી હોત. 

હું(ઇમરાન) દિલગીર રીતે કહું છું કે મુસ્લિમો પર અત્યાચાર થાય છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મૌન રહે છે, વિશ્વ મૌન રહે છે. તેમણે યુએસ રાષ્ટ્રપતિ, યુરોપિયન અને મુસ્લિમ દેશોના શાસકોને કહ્યું કે જો તેઓ ભારતની વિરુદ્ધ નહીં ઉભા થાય, તો તેની અસર આખી દુનિયાને થશે. 

નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાની શાસકોએ કાશ્મીર અંગેની તેમની દલીલોથી વિશ્વને સંતોષવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા છે. તમામ દેશોએ તેમને સ્પષ્ટ કરી દીધું કે કાશ્મીરનો મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો પરસ્પરનો મુદ્દો છે અને તેનું દ્વિપક્ષીય ધોરણે સમાધાન લાવવું જોઈએ.

રશિયા જેવા ઘણા મોટા દેશોએ સ્પષ્ટ કર્યું કે કાશ્મીર કેસ ભારતનો આંતરિક મામલો છે. આમાં કોઈએ દખલ ન કરવી જોઈએ. પરંતુ, ઇમરાન આ શબ્દોને ‘મૌન’ તરીકે સ્પષ્ટ શબ્દોમાં પ્રોત્સાહન આપી રહ્યો છે.તો અમેરીકા, ફ્રાન્સ અને બ્રિટન જેવી વિશ્વની મહાસત્તા દ્વારા પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે કાશ્મીર મામલે ભારત કોઇનો હસ્તક્ષેપ ઇચ્છતું નથી. અને ભારત આ મામલે યોગ્ય જ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.