Russia-Ukraine war/ યુક્રેનમાં કેમિકલ એટેક શરૂ?યુરોપિયન ફૂટબોલ ક્લબ ચેલ્સી એફસીના રશિયન માલિક પર ઝેરી હુમલો?

ચેલ્સિયાના બોસ રોમન અબ્રામોવિચને આ મહિનાની શરૂઆતમાં યુક્રેનિયન શાંતિ વાટાઘાટકારો સાથે શંકાસ્પદ ઝેરનો હુમલો થયો હતો

Top Stories World

સુપ્રસિદ્ધ યુરોપિયન ફૂટબોલ ક્લબ ચેલ્સી એફસીના રશિયન માલિક પર ઝેરી હુમલો થયાના સમાચાર આવ્યા છે. ચેલ્સિયાના બોસ રોમન અબ્રામોવિચને આ મહિનાની શરૂઆતમાં યુક્રેનિયન શાંતિ વાટાઘાટકારો સાથે શંકાસ્પદ ઝેરનો હુમલો થયો હતો.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, રોમન અબ્રામોવિચને કેટલાક અઠવાડિયા પહેલા યુક્રેનની રાજધાની કિવમાં એક મીટિંગ બાદ કથિત રીતે રસાયણિક હુમલો થયાની આશંકા થઇ રહી છે.. યુક્રેનમાં ચાલી રહેલા રશિયન યુદ્ધની વચ્ચે તે ‘પીસમેકર’ તરીકે કામ કરી રહ્યા હતા.

ડેઇલી મેઇલના જણાવ્યા મુજબ, કિવમાં મીટિંગ પછી, અબ્રામોવિચ તેમજ યુક્રેનિયન ટીમના બે વરિષ્ઠ સભ્યોએ કેટલાક વિચિત્ર લક્ષણો દર્શાવ્યા, જેમાં લાલ આંખો, શરીરમાં દુખાવો, તેમજ તેમના ચહેરા અને હાથ પર ત્વચાનો એક્સ્ફોલિયેશનનો સમાવેશ થાય છે.

બેલિંગકેટના વિશ્લેષકોએ પુષ્ટિ કરી કે 3 માર્ચે યુક્રેન અને રશિયા વચ્ચેની શાંતિ વાટાઘાટોમાં હાજરી આપનાર અબ્રામોવિચ સહિત પ્રતિનિધિમંડળના ત્રણ સભ્યોને “રાસાયણિક શસ્ત્રોના ઝેરના લક્ષણો”નો અનુભવ થયો હતો.પ્રતિનિધિમંડળના ત્રણ સભ્યો પાછળથી તે રાત્રે વાટાઘાટો છોડીને કિવમાં એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. પરંતુ જ્યારે તેઓ સવારે ઉઠ્યા ત્યારે બધા આંખો અને ચામડીના સોજા અને આંખોમાં અસહ્ય પીડાથી પીડાતા હતા. સૂત્રોએ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે તેઓએ મોસ્કોમાં બેઠેલા ઉગ્રવાદીઓ પર શંકાસ્પદ ઝેરી હુમલાનો આરોપ મૂક્યો હતો જેઓ યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીતને બગાડવા માંગતા હતા.