તિબેટના સરકારના પૂર્વ વડા પ્રધાન લોબસંગ સંગે ચેતવણી આપી છે કે ચીન તિબેટને તેનો પ્રાંત બનાવવા માંગે છે. અહીં તિબેટીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યું છે.. સંગેએ ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં કહ્યું છે કે લોકોને તિબેટમાં નસબંધી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તિબેટીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. તેઓને ત્રાસ આપીને હત્યા કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું હતું કે તિબેટીયન કવિઓ, કલાકારો અને ગાયકોને પણ ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આધ્યાત્મિક નેતા દલાઈ લામાનું ચિત્ર પ્રદર્શિત કરનારને પણ ત્રાસ આપી રહ્યા છે.સંગે હાલમાં તિબેટના મામલા પર યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે છે. તેઓ આ મુદ્દે બિડેન વહીવટીતંત્ર સાથે વાતચીત કરશે.ઉલ્લેખનીય છે કે ચીન તેની નાપાક હરકતોમાંથી બાજ નહી આવે તે મન્સવી વર્તન કરીને તિબેટીયન પર જુલમ કરી રહ્યો છે.
