Political/ CM કેજરીવાલે ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણીની શરૂ કરી તૈયારીઓ, આપ્યા આ 7 વચન

CM અરવિંદ કેજરીવાલે ગોવામાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીની જાહેરાત કરી હતી. કેજરીવાલે ગોવાનાં વાસીઓને 7 વચનો આપ્યા હતા.

Top Stories India

આમ આદમી પાર્ટી (AAP) નાં કન્વીનર અરવિંદ કેજરીવાલે ગોવામાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીની જાહેરાત કરી હતી. કેજરીવાલે ગોવાનાં વાસીઓને 7 વચનો આપ્યા હતા. તેમાં બેરોજગારો માટે 3,000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું (કેટલાક કિસ્સાઓમાં 5,000 રૂપિયા) અને સ્થાનિક લોકો માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 80% અનામતનો સમાવેશ થાય છે. આ સાથે કેજરીવાલે કહ્યું કે, જો તમે લોકો અમારી પાર્ટીને મત આપો છો, અને જો અમારી સરકાર બનશે તો અમે રાજ્યમાંથી ભ્રષ્ટાચારનો અંત લાવીશું.

આ પણ વાંચો – Political / તો શું પંજાબ બાદ હવે રાજસ્થાનનો વારો? સચિન પાયલોટ અને રાહુલ ગાંધીએ કરી બેઠક

ગોવામાં આમ આદમી પાર્ટીનાં વડા અને તેમની પાર્ટી આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે ત્યારે કેજરીવાલે કહ્યું કે, “ગોવા એક સુંદર રાજ્ય છે… અહીંનાં લોકો ખૂબ સારા છે… અને ભગવાન ગોવાને બધું આપ્યું છે, પરંતુ રાજકારણીઓ અને પાર્ટીઓએ તેને સતત લૂંટ્યું છે. આ લૂંટને રોકવાની જરૂર છે અને અમે તેના માટે વિગતવાર યોજના બનાવી છે.” કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્યને પડતા આર્થિક પડકારો પર પ્રકાશ પાડતા દિલ્હીનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગોવાની કમાણી પર્યટન પર નિર્ભર છે અમે અહીં પ્રવાસનનાં માધ્યમોને પ્રોત્સાહન આપીશું.

કેજરીવાલે કહ્યું કે, પર્યટન સાથે જોડાયેલા લોકો માટે બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે, તેમજ જેમની નોકરીઓ વિવિધ પ્રતિબંધોને કારણે છીનવાઇ ગઈ હતી. તેમને દર મહિને રૂ. 5,000 આપવામાં આવશે. કેજરીવાલે મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને શાસક ભાજપ પર પણ કટાક્ષ કર્યો હતો. પોતાની નવી યોજનાઓ તરફ ઈશારો કરતા કેજરીવાલે કહ્યું કે, અમારી પાસે મફત પાણી (દિલ્હીનાં 60 ટકા રહેવાસીઓ માટે) અને ઘરે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા છે જે ઘણા વર્ષોથી ચાલી રહી છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 26,115 કેસ, દૈનિક Positivity Rate 1.85 ટકા

કેજરીવાલે કહ્યું, “મેં સાંભળ્યું છે કે પ્રમોદ સાવંતે ગોવામાં પાણી મફત કર્યું છે… તે એક સારા સમાચાર છે પણ અમે ચાર વર્ષ પહેલા દિલ્હીમાં કર્યું હતું. મેં એ પણ સાંભળ્યું છે, સાવંતે હોમ ડિલિવરી શરૂ કરાવી છે… અમે ત્રણ વર્ષ પહેલા દિલ્હીમાં કર્યું હતું. કેજરીવાલે કહ્યું, “સાવંત ગોવામાં દિલ્હી મોડેલની નકલ કરી રહ્યા છે… જ્યારે મૂળ (આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કરે છે) ઉપલબ્ધ છે, તો પછી ડુપ્લિકેટની શું જરૂર છે?” તેમના અગાઉનાં ઉત્તરાખંડ અને પંજાબનાં મતદારોને આપેલા વચનો અને દિલ્હીવાસીઓ માટે અમલમાં મુકાયેલી યોજનાનો ઉલ્લેખ કરતા કેજરીવાલે જાહેરાત કરી હતી કે, ગોવામાં પણ અમે 300 યુનિટ વીજળી મફત આપીશું. તેમણે કહ્યું કે રાજ્યનાં ખેડૂતોનાં વીજળીનાં બિલ સરકાર દ્વારા સંપૂર્ણ ચૂકવવામાં આવશે. તેમણે મતદારોને 24 કલાક વીજળી આપવાનું વચન પણ આપ્યું હતું. ઓગસ્ટમાં, સાવંતે રાજ્યને અંદાજે રૂ.120 કરોડનાં ખર્ચે મફત વીજળીની ઓફર કરી હતી. જેના પર કેજરીવાલે સાવંત પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે ટીકાકારો પર પ્રહાર કર્યા હતા જેમણે સવાલ કર્યો હતો કે તમે ઉદાર સબસિડી અને વચનોનો મોટો નાણાકીય બોજ કેવી રીતે દૂર કરવા માંગો છો. કેજરીવાલે કહ્યું, “દિલ્હીમાં અમે ભ્રષ્ટાચાર બંધ કર્યો અને અમે નાણાં બચાવ્યા… આ રીતે અમે પોતાને સાબિત કર્યા, હવે અમે ગોવામાં પણ આવું કરીશું.”