હવામાન/ શિયાળાની શરૂઆતમાં જ કાતિલ ઠંડીનો અનુભવ, દિવાળીમાં પણ અનુભવાશે બેવડી ઋતુ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દિવાળીના પર્વમાં પણ બેવડીઓ ઋતુનો અનુભવ થશે. રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાયા છે

Gujarat Others Trending

રાજ્યમાં હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે. વહેલી સવારે અને રાત્રે કાતિલ ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે. જયારે બપોર દરમિયાન ગરમી પણ લાગી રહી છે.  જો કે હજુ તો શિયાળાની શરૂઆત છે છતાય વહેલી સવારે કાતિલ ઠંડી નો ચમકારો જોવા મળી રહ્યો છે.શિયાળની શરૂઆતથી જ લોકો પોતાની હેલ્થને લઇ સજાગ બન્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. લોકો હવે જોગિંગ કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ઠંડા પવનની અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દિવાળીના પર્વમાં પણ બેવડીઓ ઋતુનો અનુભવ થશે. રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાયા છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 15.4 ડીગ્રી નોંધાયું છે. આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે.

તેની સાથે બે દિવસ બાદ પવનની દિશા બદલાશે. દિશા બદલાતા ફરી લઘુત્તમ તાપમાન ગગડશે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે. પવનોની દિશા બદલાતા ઠંડીની સૌથી વધુ અસર કચ્છ, નલિયામાં વર્તાશે.

ઠંડીનો વરતારો થતા શહેરીજનો રિવરફ્રન્ટ પર કસરત કરતા નજરે જોવા મળ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે.

ઈંગોરિયાની લડાઈ / સાવર અને કુંડલા બન્ને ગામ વચ્ચે ચાલે છે ઈંગોરિયા યુદ્ધ

દેવડાનો દબદબો / પટોળા બાદ પાટણની વધુ એક ઓળખ, દેવડા દરિયાપાર પણ પ્રખ્યાત

વાઈબ્રન્ટનો ધમધમાટ / નૂતનવર્ષના પ્રારંભે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ- 2022, આયોજનની તડામાર તૈયારી

જમાવડો / ખુલી ગયું સાસણનું ગીર અભ્યારણ, સ્થાનિક વેપારીઓની વધી રોજગારી