Not Set/ પટોળા બાદ પાટણની વધુ એક ઓળખ, દેવડા દરિયાપાર પણ પ્રખ્યાત

દેવડા એ સૂકી મીઠાઈ હોવાથી અન્ય મીઠાઈની જેમ ઝડપથી બગડી જતી નથી. વળી, એ દૂધ અને માવામાંથી બનતી મીઠાઈ કરતાં ઓછું ગળપણ અને ઓછું કોલેસ્ટેરોલ ધરાવતી હોઈ, સ્વાસ્થ્ય માટે સાનુકૂળ યોગ્ય સ્વીટ છે,

Gujarat Others Trending

100 રૂપિયાની નવી ચલણી નોટ પર સ્થાન પામેલા વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ધરાવતા અને પદમણી નાર પોતાના છેલાજીને જ્યાંના મોંઘામૂલા પટોળા લાવવા અરજ કરે છે એ શહેર પાટણ એના ખાસ મિષ્ઠાન દેવડા માટે પણ એટલું જ પ્રખ્યાત છે. ત્યારે દિવાળીના સમયે કેવી છે દેવડાની માંગ આવો જોઈએ.

દેશી દેવડાનો સ્વાદ વિદેશમાં પણ

શુભ પ્રસંગે મીઠાઈ તરીકે વહેંચવામાં આવતી દેવડા મીઠાઈનો ઈતિહાસ 200 વર્ષ જૂનો હોવાનું મનાય છે. દિવાળી અને તહેવારની સીઝનમાં ફેન્સી મીઠાઈના વધતાા ચલણ વચ્ચે પણ પાટણના દેવડાની મીઠાશ અકબંધ છે. દિવાળીના તહેવારોમાં પાટણના દેવડા અંદાજિત 5 હજાર કિલોથી પણ વધુ વેચાય છે, જેનો ભાવ 150થી લઇને 400 રૂપિયા પ્રતિ કિલો હોય છે. આ દેવડાઅનેક શહેરો સહિત વિદેશમાં પણ મોકલાય છે જેને લઈને વેપારીઓ અંદાજે 400 થી 500 કિલો દેવડા દિવાળીના તહેવરોમાં બનાવીને તેનું વેચાણ કરે છે.  દેવડા એ સૌના ખિસ્સાને પરવડે એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે, જે મેંદાના લોટ અને શુદ્ધ ઘીમાંથી તૈયાર કરવામાં આવે છે, જેમાં પ્રમાણસર ખાંડનું લેયર ચઢાવીને મીઠાશ ઉમેરાય છે

દેવડાએ સૂકી મીઠાઈ હોવાથી અન્ય મીઠાઈની જેમ ઝડપથી બગડી જતી નથી. વળી, એ દૂધ અને માવામાંથી બનતી મીઠાઈ કરતાં ઓછું ગળપણ અને ઓછું કોલેસ્ટેરોલ ધરાવતી હોઈ, સ્વાસ્થ્ય માટે સાનુકૂળ યોગ્ય સ્વીટ છે, એટલે જ તો પાટણથી દર વર્ષે મોટા પ્રમાણમાં દેવડા એક્સપોર્ટ થતા હોઈ, એની મીઠાશ દરિયાપાર વસતા એનઆરઆઈઓને પણ દાઢે વળગેલી છે. દિવાળીમાં ભેટ-સોગાદ તરીકે અપાતી મીઠાઈમાં દેવડા અવ્વલ સ્થાન ધરાવે છે.

પાટણમાં બનતા દેવડામાં ખાસ કારીગરોની આવડત ઉપરાંત અહીંના હવામાન અને પાણીની અસર એના સ્વાદમાં જોવા મળે છે, જેને કારણે દેવડા એટલા સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતાં જ એ વેરાઈ જાય. જેને લઈને પાટણના પટોળાની સાથે સાથે તેના દેવડા પણ પ્રયાત થયા છે.

વાઈબ્રન્ટનો ધમધમાટ / નૂતનવર્ષના પ્રારંભે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ- 2022, આયોજનની તડામાર તૈયારી

જમાવડો / ખુલી ગયું સાસણનું ગીર અભ્યારણ, સ્થાનિક વેપારીઓની વધી રોજગારી

જામનગર / તબીબ પરિવારમાં એકસાથે પાંચ કેસ કોરોના પોઝીટીવ, પરિવારમાં ફફડાટ

કેપ્ટને કર્યું ખંડન / સોનિયા ગાંધીનો આભાર, પડદા પાછળની વાતોનું કેપ્ટન અમરિંદરસિંહે કર્યું ખંડન