ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ ફરી એક વાર કાળો કહેર મચાવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસના આંકડા રોજ નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં રેકોર્ડ બ્રેક 1961 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,94,130 ઉપર પહોચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1405 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,80,285 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 9372 છે.

અમદાવાદ શહેરમાં નવા 551 કેસ નોંધાયા છે. તો સુરતમાં શહેરમાં નવા 501 કેસ નોંધાયા છે. વડોદરામાં શહેરમાં નવા 164 કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં નવા 146 કેસ ,જામનગર શહેરમાં નવા 24 કેસ ભાવનગર શહેરમાં 23 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત

