Vaccine/ સિંગલ ડોઝમાં ‘કોરોના’ થશે છૂ, ‘રસીકરણ’ની પણ વધશે ઝડપ

અમેરીકામાં જોનસન એન્ડ જોનસને એવી વેક્સિન બનાવી છે તેના માત્ર એક જ ડોઝમાં કોરોનાથી બચી શકાશે

Trending Mantavya Vishesh

@ચિરાગ પંચાલ, અમદાવાદ 

કોરોના મહામારી સામે આખુ દુનિયામાં વેક્સિનના હથિયારથી લડવાની શરૂઆત થઇ ચૂકી છે.પણ હવે તેમાં પણ વૈજ્ઞાનિકોની આગળની શોધ ચાલું છે. અત્યાર સુધી જે વેક્સિન સામે આવી છે, તેમાં વ્યક્તિને વેક્સિનના બે ડોઝ ફરજીયાત લેવા પડે છે. પણ અમેરીકામાં જોનસન એન્ડ જોનસને એવી વેક્સિન બનાવી છે તેના માત્ર એક જ ડોઝમાં કોરોનાથી બચી શકાશે.

  • ‘વેક્સિન’ સાથે ‘દવા’ની તૈયારી
  • ‘રસીકરણ’ની પણ વધશે ઝડપ

ભારત સહીત દુનિયામાં કોરોના કહેર વરસાવી રહયો છે. કોરોના વાયરસથી બચવા માટે દુનિયામાં વેક્સિનનો આવિષ્કાર થઇ ગયો છે. જેમાં મોટેભાગે વેક્સિનના બે ડોઝ લેવા પડે છે. પણ હવે દુનિયામાં એવી વેક્સિનનો પણ આવિષ્કાર થઇ ગયો છે. જે માત્ર એક ડોઝમાં જ કોરોનાથી બચાવી લેશે. આ વેક્સિન તૈયાર કરી છે જોનસન એન્ડ જોનસન કંપનીએ.  કંપનીનો દાવો છે કે માત્ર આ વેક્સિનનો એક ડોઝ વાયરસથી બચવા માટે કાફી છે. ખાધ  અને ઔષધિ મંત્રાલયના સ્વતંત્ર સલાહકાર આગામી દિવસોમાં તેની ચર્ચા કરશે. જેના આધાર પર તેના ઉપયોગ માટે આગામી દિવસોમાં મંજૂરી મળી જશે.

Explainer: Why Johnson & Johnson vaccine may be a game changer

એફડીએના વૈજ્ઞાનિકોએ એ વાતની પુષ્ટી કરી છે કે આ વેક્સિન કોવીડ-૧૯ના મધ્યમથી ગંભીર સ્તરના સંક્રમણને રોકવા માટે લગભગ ૬૬ ટકા અસરકારકતા ધરાવે છે. એફડીએએ કહયુ કે જોનસન એન્ડ જોનસનની આ  વેક્સિન બે ડોઝના બદલે એક જ ડોઝ આપવાની જરૂર પડશે. અને તે ઉપયોગ માટે પણ એકદમ સુરક્ષિત છે. એફડીએ અમેરીકા માટે ત્રીજી રસીની મંજૂરી આપવા માટેમાત્ર એક પગલું દૂર છે. શુક્રવારે એજન્સીના સ્વતંત્ર સલાહકાર  તેના વિશે વધારે ચર્ચા કરશે કે આ રસીની મંજૂરી આપવા મળે તે પ્રમાણે અસરકારક છે કે નહી. આ સલાહના આધાર પર એફડીએ દ્વારા કેટલાક દિવસોમાં વેક્સિનને લઇને છેલ્લો નિર્ણય લેવાય તેવી આશા છે.

COVID-19 vaccine comparison: How Johnson & Johnson's shot differs from the  Pfizer and Moderna vaccines | PhillyVoice

અમેરીકામાં અત્યાર સુધીમાં લગભગ સાડા ચાર કરોડ લોકોને ફાઇઝર અને મોડેર્ના દ્વારા બનાવવામાં આવેલી રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. તો બે કરોડથી વધારે લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પણ હવે જો જોનસન એન્ડ જોનસનની વેક્સિનને મંજૂરી મળશે તો તેની વેક્સિનથી અનેક દેશોમાં ચાલતા રસીકરણમાં ઝડપ આવશે. અને તે ઉપયોગ માટે પણ સુરક્ષિત હશે.

Johnson & Johnson seeks US authorisation for Covid-19 vaccine | Financial  Times

કોરોના મહામારીને ખતમ કરવા માટે દુનિયાના કેટલાય દેશોમાં વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થઇ ગયો છે. તેની વચ્ચે અમેરીકી નિયામકોનું કહેવુ છે કે જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ વાળી વેક્સિન અન્ય વેક્સિનોની સરખામણીમાં ઘણી અસરકારક જોવા મળી છે. એટલે તેને બજારમાં મુકવાની મંજૂરી ઘણી ઝડપથી મળી શકે છે. આમ તો મોટા ભાગની વેક્સિનોમાં વ્યક્તિને બે ડોઝ ફરજીયાત લેવા પડે છે. પણ જોનસન એન્ડ જોનસનની વેક્સિન એટલે કે કોરોનાથી બચવા માટે આ વેક્સિનનો એક જ ડોઝ કાફી છે. અમેરીકી એફડીએના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરનાના મધ્યમથી ગંભીર સ્ટેજના સંક્રમણને રોકવા માટે આ વેક્સિન ૬૬ ટકા અસર કરે છે જે મોટી વાત છે. અને સૌથી મોટી વાત એ છે કે તેની કોઇ આડઅસર પણ નથી.

Johnson & Johnson: Single-shot vaccine submitted for EU approval | Newstalk

એક્સપર્ટનું માનીએ તો અન્ય કોરોના વેક્સિનની જેમ જોનસન એન્ડ જોનસનનો ડોઝ લીધા પછી ઇન્જેકશન લાગનારી જયાએ સામાન્ય દુખાવો, થોડો તાવ.., થાક.., એન માથું દુખવું જેવા સામાન્ય લક્ષણો જોવાઇ શકે છે. જો કે તેની કોઇ ગંભીર અસર હજુ સુધી સામે આવી નથી. આ વેક્સિનની સારી વાત એ છે કે તેને એક જ વાર લેવી પડી છે. જયારે અત્યાર સુધી ઉપયોગમાં લેવાઇ રહેલી વેક્સિનના બે ડોઝ ફરજીયાત છે. આ વેક્સિનની સફળતા અમેરીકાની સાથે દુનિયાના વેક્સિનેશનમાં ઝડપ લાવશે.

Johnson & Johnson starts global Phase 3 trial for Janssen COVID-19 vaccine

Godhara: સીએમનું નિવેદન : લવ જેહાદ પર બનાવીશું કાયદો

અમેરીકામાં મોર્ડેના અને ફાઇઝર-બાયોએંડટેકની વેક્સિન લાખો લોકોને અપાઇ છે. સેંટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સને આ બંને વેક્સિનનો ઇફેક્ટિવ રેટ ૯પ ટકા બતાવ્યો હતો. પણ આ વેક્સિન કેટલા સમય સુધી ઇમ્યુનિટી બનાવી રાખે છે..?  તે હજુ સુધી એક રહસ્ય બનેલું છે જો કે આખી દુનિયાના એકસપર્ટનું માનવુ છે કે સમય અને આગળની શોધના આધારે જ નિશ્ચિત રીતે કહી શકાય તેમ છે. જો કે કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે.,કોવિડ-૧૯ની વેક્સિન લીધા પછી શરીરમાં એક નિશ્ચિત સમય સુધી ઇમ્યુનિટી બનેલી રહે છે.અને અને તેનાથી બચવા માટે આપણે દર વર્ષે વેક્સિન લેવાની જરૂર પડી શકે છે.

Crime: નકલી ડ્રાઈવીંગ લાઈસન્સ બનાવાનું રેકેટ ઝડપાયુ, ક્રાઈમબ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ