રાજકોટ જિલ્લામાં રસીકરણના કાર્યક્રમ માટે કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને રચાયેલી ટાસ્ટ ફોર્સ કમિટીની મળેલી બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને કોરોનાના રસીના બે ડોઝ આપવામાં આવશે પ્રથમ ડોઝ અપાઈ ગયા બાદ થોડા દિવસ પછી જે-તે વ્યક્તિના રજીસ્ટર મોબાઇલમાં ઓટીપી આવશે અને ઓટીપીનો મેસેજ મળ્યા પછી બીજો ડોઝ રસીનો આપવામાં આવશે તેઓ સત્તાવાર રીતે જણાવ્યું હતું.
Political / કૈલાસ વિજયવર્ગીયાનો વાક બોમ્બ, કહ્યું – કમલનાથ સરકારને…
ગુજરાતમાં રસીકરણ કેવી રીતે કરવાનું રહેશે તેની માહિતી અને માર્ગદર્શન આપવા માટે ગયા સપ્તાહે વડોદરા ખાતે ખાસ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં રજૂ કરાયેલી વિગતની જાણકારી કમિટીના અન્ય સભ્યો ને આપવામાં આવી હતી. રસીકરણના સમગ્ર કાર્યક્રમ માટે દિલ્હી સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા ખાસ પ્રકારની કોઈ એપ બનાવવામાં આવી છે અને રસીકરણના સમગ્ર કાર્યક્રમનું ટેકનોલોજીના માધ્યમથી સંચાલન કરવામાં આવશે.આ રસીકરણ કાર્યક્રમ કેન્દ્ર સરકારના માર્ગદર્શન અને પ્લાનિંગ મુજબ નિશ્ચિત સમયમયર્દિામાં આ કામગીરી પૂરી કરવાની હોવાથી જેમના મોબાઈલ ફોન નંબર રજીસ્ટર હશે તેમને રસીકરણ કરવામાં આવશે.જિલ્લા કલેકટર રેમ્યા મોહન,અધિક કલેકટર પરિમલ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયા, પોલીસ અધિક્ષક બલરામ મીણા, બ્લોક હેલ્થ ઓફીસરો અને અન્ય અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવી હતી.
Corona vaccination / બિડેન સામે ચૂંટણીમાં ભલે હાર્યા વેક્સિનેશન લેવામાં ટ્રમ્પ બન…
આ બેઠકમાં એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે રસીકરણ જે જગ્યાએ થવાનું છે ત્યાં ચાર ઓફિસરોની બનેલી એક ટીમની રચના કરવામાં આવશે.રસીકરણ માટે આવનાર વ્યક્તિના આધાર કાર્ડ ચેક કરવાની કામગીરી એક અધિકારીને સોંપવામાં આવશે. રસી અપાવવા માટે આવતા વ્યક્તિનું પૂર્વ પરીક્ષણ પોલીસ, એનસીસી અને હોમગાર્ડ દ્વારા કરવામાં આવશે. મેડિકલ ફેકલ્ટીનો ત્રીજો અધિકારી રસીકરણની કામગીરી કરશે અને આ સમગ્ર ટીમ વચ્ચે સંકલનની જવાબદારી માટે અલગથી ઓફિસરની ટીમમાં નિમણૂક કરવામાં આવશે. આવા ઓફિસર સંકલનની કામગીરી કરવાની સાથોસાથ રસીકરણ સ્ટાફને ટ્રેનિંગ અને ભવિષ્યની જરૂરિયાતોનુ કાઉન્સિલિંગ કરશે. રસીકરણના પ્રથમ તબક્કામાં ખાનગી ડોક્ટરો સહિતના આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. રસીકરણ સામે કોઈ વ્યક્તિ ખોટી માહિતીનો ફેલાવો કરશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
Analytics / વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 – મેરા ભારત મહાન, પ…
કઈ રસી આપવામાં આવશે તેની હજૂ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે પ્રકારે વ્યવસ્થા ગોઠવાઇ રહી છે અને ટાસ્ક ફોર્સ સમિતિની બેઠકમાં જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ ફાઈઝર અથવા તો મોડનર્િ રસી આપવામાં આવે તેમ જણાઈ રહ્યું છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ બે પ્રકારની જ રસી એવી છે કે જેના ડબલ શોટ આપવા પડે છે અને બે શોટ વચ્ચે 15 દિવસ જેટલો સમય રાખવો પડે છે. ફાઈઝર રસીનો ડોઝ લેવા છતાં પોતે કોરોના સંક્રમિત થયા છે. તેવી જાહેરાત હરિયાણાના આરોગ્ય મંત્રીએ થોડા સમય પહેલાં કરી હતી અને ત્યારે કેન્દ્ર સરકારે એવી સ્પષ્ટતા કરી હતી કે આ રસીના 2 ડોઝ લેવા પડે છે.
Gujarat / કોંગ્રેસમાં હાલ પુરતો પરિવર્તનનો પવન હવાયો, સંગઠનાત્મક ફેરફા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
