Earthquake/ કોરોના તો હતો જ હવે ભૂંકપની પણ એન્ટ્રી, જાપાનનાં ફુકુશિમામાં આવ્યો જબરદસ્ત આંચકો

જાપાનનાં ફુકુશીમામાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે.

World

સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંકટ હજુ ગયુ નથી, ત્યારે વિશ્વનાં અલગ-અલગ ખૂણેથી ઉપરા-ઉપરી ભૂંકપનાં ઝટકાઓ આવ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, જાપાનનાં ફુકુશીમામાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. હાલમાં ભૂકંપથી કોઈ નુકસાન થયા હોવાના સમાચાર નથી.

જાપાન ટાઇમ્સ અનુસાર હાલમાં સુનામીની ચેતવણી નથી. જો કે, સાવચેતીનાં પગલા તરીકે, દરિયાકાંઠાનાં વિસ્તારોની નજીકનાં લોકોને નીંચાણવાળા વિસ્તારોથી ખસી જવાની સલાહ આપવામાં આવી છે. પૂર્વી જાપાનનાં દરિયાકાંઠે શનિવારે આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સીએ આ અંગે માહિતી આપી હતી. ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમા પ્રાન્તનાં કાંઠેથી 36 માઇલની ઉંડાઈ પર હતું. જો કે, એજન્સીએ સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ભૂકંપ સવારે 11.08 વાગ્યે આવ્યો હતો. ભૂકંપથી રાજધાની ટોક્યોમાં અનેક ઇમારતો હચમચી ઉઠી છે. આપને જણાવી દઈએ કે અગાઉ વર્ષ 2011 માં પણ 11 માર્ચે એક વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાપાનમાં તબાહી સર્જાઇ હતી. આ ભૂકંપમાં લગભગ 28 હજાર લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપમાં ત્રણ લાખથી વધુ લોકોને બેઘર કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાથી જાપાનને આશરે 200 અબજ ડોલરનું નુકસાન થયું હતું. આ પછી આ શહેરની સ્થિતિ સામાન્ય થવામાં લાંબો સમય લાગ્યો હતો. જાપાનમાં 2011 માં આવેલા ભૂકંપ દરિયાને કારણે આવ્યો હતો, જેના કારણે સુનામીની પરિસ્થિતિ સર્જાઇ હતી. આ સુનામીને કારણે આ ભૂકંપમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને 28 હજારથી વધુ લોકોનાં મોત થયા હતા.

ભાવ વધારો / કોરોના કાળમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ આસામને, આજે પણ આટલા પૈસાનો થયો વધારો

Union Budget / મહામારીના કપરા સમયમાં પણ સરકારે આર્થિક સુધારા માટે ભર્યા પગલા : નાણામંત્રી

world radio day / PM મોદીએ કહ્યું – સામાજિક જોડાણને ગાઢ બનાવવા માટે શાનદાર માધ્યમ છે રેડિયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ