Not Set/ વધી રહ્યા છે કોરોનાનાં કેસ, રાખજો સાવધાની, નહી તો થશે ત્રીજી લહેરની પધરામણી

આ સમયે કોરોનાનાં કેસ ઓછા જાણી લોકોની પણ બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ત્યારે કહેવુ ખોટુ નથી કે વધતા કેસ વચ્ચે રાખજો સાવધાની, નહી તો થશે ત્રીજી લહેરની પધરામણી.

Top Stories India
કોરોનાનાં

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો થતો જઇ રહ્યો છે. જો કે આ પાછળ કેરળ રાજ્યને જવાબદાર ગણવામાં આવી રહ્યુ છે. કેરળમાં દેશમાં સામે આવતા કેસોનાં 50 ટકા કેસો સામે આવી રહ્યા છે. જે ખરેેખર ચિંતાનો વિષય બન્યુ છે. વળી આ સમયે કોરોનાનાં કેસ ઓછા જાણી લોકોની પણ બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ત્યારે કહેવુ ખોટુ નથી કે વધતા કેસ વચ્ચે રાખજો સાવધાની, નહી તો થશે ત્રીજી લહેરની પધરામણી.

આ પણ વાંચો – રાજકારણ / તમામ મુસલમાનો ભગવાન વિશ્વકર્માનાં છે વંશજઃ ભાજપ સાંસદ

દેશમાં કોરોના વાયરસની ગતિ અત્યારે અટકતી હોય તેમ લાગતું નથી અને સંક્રમણનાં દૈનિક કેસોની સંખ્યા 40 હજારથી ઉપર રહે છે. સોમવારે ડેટા જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 40,134 નવા કેસ નોંધાયા છે, જ્યારે 422 લોકોનાં મોત થયા છે. વળી, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસનાં 36,946 દર્દીઓ ઠીક થયા છે. ઠીક થતા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડાને કારણે, કોરોના વાયરસનાં સક્રિય કેસોમાં પણ વધારો થયો છે અને હવે આ આંકડો વધીને 4,13,718 થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ, આ નવા આંકડાઓ બાદ, દેશમાં કોરોના વાયરસનાં કેસોની કુલ સંખ્યા વધીને 3,16,95,958 અને ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 3,08,57,467 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસ મહામારીનાં કારણે દેશમાં અત્યાર સુધીમાં 4,24,773 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે દેશમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં વેક્સિનનાં કુલ 47,22,23,639 ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આમાંથી 17,06,598 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – હોકીમાં ચક દે ઇન્ડિયા! / ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી ઇતિહાસ રચ્યો

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસનાં સતત વધતા જતા કેસો વચ્ચે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે રોગચાળાની ત્રીજી લહેર ઓગસ્ટમાં જ આવી શકે છે. આઈઆઈટી હૈદરાબાદ અને કાનપુરનાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ત્રીજી લહેર ઓક્ટોબર મહિનામાં ચરમસીમા પર હશે અને દરરોજ કોરોના વાયરસનાં લગભગ એક લાખ કેસ નોંધાઈ શકે છે. આ સંશોધન મુજબ, જો પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ જાય, તો કોરોના વાયરસનાં દૈનિક કેસોની સંખ્યા 1.5 લાખ સુધી પહોંચી શકે છે.