પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં સંક્રમણની સ્પીડ વધુ
મોટાભાગના રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધુ
બીજી લહેરને હળવાશથી ન લેશો – સ્વાસ્થ મંત્રાલય
કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે કોવિડ -19 ખૂબ જ ઝડપથી ગતિએ ફેલાઈ રહ્યો છે. અને સંક્રમણની તીવ્રતામાં વધારો થયો છે અને આને જોતા, આગામી ચાર અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યા છે. સંક્રમણની બીજી લહેરને નિયંત્રિત કરવા માટે સરકારે લોકોની ભાગીદારી પર ભાર મૂક્યો હતો. નીતી આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વિ કે પોલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના સંકટ ગાઢ બની રહ્યું છે. કેસોમાં ઝડપથી વધારો થયો છે અને વસ્તીનો મોટો ભાગ ચેપનો શિકાર બની રહ્યું છે. પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં સંક્રમણની સ્પીડ વધુ છે. તો મોટાભાગના રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધુ છે.
તેમણે કહ્યું કે કોરોના વાઈરસ સામે લડવા માટે મહત્વના શસ્ત્રોમાં કોવીડ ગાઈડલાઈન્સ નું પાલન એ સૌથી મહત્વ પૂર્ણ છે. અઈશોલેશન વિસ્તાર અથવા કન્ટેન્ટમેન્ટ ઝોન થી દુરી, અને વધુ માત્રામાં ટેસ્ટીંગ એ સૌથી મહત્વ પૂર્ણ છે. અને તેને અસરકારક રીતે અમલમાં મૂકવા જોઈએ, તબીબી માળખાકીય સુવિધાઓ અને રસીકરણ ઝુંબેશને ઝડપી બનાવવાની જરૂર છે.
પોલે કહ્યું, “રોગચાળાની તીવ્રતામાં વધારો થયો છે અને તે ગત વર્ષની તુલનામાં વધુ ઝડપથી ફેલાય છે. કેટલાક રાજ્યોમાં આ સ્થિતિબહુ જ ખરાબ છે પરંતુ આ વધારો દેશભરમાં જોવા મળી શકે છે. “
તેમણે કહ્યું, “બીજી તરંગને નિયંત્રિત કરવા માટે લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. આગામી ચાર અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યા છે. આખા દેશને એક થવું પડશે અને રોગચાળા સામે લડવા પ્રયાસો કરવા પડશે. “
