દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસ સંદર્ભે મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં અભિનવ ડેલકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલને હટાવવાની માગ કરી છે. અભિનવે લખ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રીએ કરેલા નિવેદનમાં મારા પિતાની આત્મહત્યાની ઘટનામાં પ્રદેશ વહીવટી તંત્રના વડા પ્રફુલ પટેલની સીધી સંડોવણી સૂચવે છે. 7 ટર્મથી જે સાંસદ હોય અને તે પ્રશાસકના ત્રાસથી આત્મહત્યા કરે એ લોકશાહીની હત્યા છે. જ્યારે પ્રફૂલ પટેલ આ કેસમાં આરોપી બનવા જતા હોય ત્યારે ન્યાયિક તપાસ માટે તેમની હકાલપટ્ટી કરવામાં આવે તેવી મારી માંગ છે.
Surat / પહેલીવાર કોઈ પાર્ટીએ ભાજપને આંખ બતાવી છે : કેજરીવાલ
જામનગર / રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી, જી.જી.હોસ્પિટલમાં દાખલ
કેન્દ્ર શાસિત દાદરા અને નગરના અપક્ષ સાંસદ મોહન ડેલકરનું 22 ફેબ્રુઆરીએ મુંબઇના મરીન ડ્રાઇવની એક હોટલમાં રહસ્યમય રીતે નિધન થયું હતું. હવે આ સમગ્ર મામલામાં સાંસદના પરિવારજનો દાવો કરે છે કે તે આત્મહત્યા નથી પરંતુ સ્લો મોશનમાં હત્યા છે. સાંસદે લાંબી સુસાઇડ નોટમાં સ્થાનિક અમલદારો પર પજવણીનો આરોપ લગાવ્યો હતો. તેમના પુત્ર અભિનવ દડેલકરે કહ્યું કે તેમના પિતાએ તેમને થતી પજવણી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ગયા વર્ષે સંસદમાં પણ પત્ર લખ્યો હતો.તેમણે તેમની રજૂઆત કરી હતી. પરંતુ કોઈએ સાંભળ્યું ન હતું.
સાંસદ મોહન ડેલકર
સાંસદના પુત્રએ કહ્યું કે તેમના પિતા મોહન ડેલકરે તેમને કહ્યું હતું કે તેઓ સ્થાનિક લોકો અને આદિવાસીઓ માટે જે કામ કરે છે તેના માટે ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેમણે દાદરા અને નગર હવેલીના અધિકારીઓના અનેક નામો જાહેર કર્યા છે. અભિનવે જણાવ્યું હતું કે પ્રફુલ પટેલ (પૂર્વ ગુજરાત ગૃહ પ્રધાન), કલેક્ટર સંદીપકુમાર સિંઘ, પોલીસ અધિક્ષક શરદ દરાડે, નાયબ પોલીસ અધિક્ષક મનસ્વી જૈન, નાયબ કલેકટર અપૂર્વ શર્મા અને એવા કાયદા અધિકારી કે જેમના નામ તેમને યાદ નથી.
