Recipe/ આવી રીતે બને છે ફરસાણની દુકાનોમાં ‘નવતાડના ચણાની દાળના સમોસા’

ચાલો જણાવીએ આ ટેસ્ટી ચણાની દાળના ઓછા તેલમાં બનતા સમોસા..

Food Lifestyle

ચણાની દાળ (નવતાડ)ના સમોસા બનાવવા માટેની સામગ્રી:

૨ લડકી ઘઉંનો ઝીણો લોટ
૫ ચમચી તેલ
૧/૨ ચમચી લીંબુનો રસ
૧ વાડકી ચણાની દાળ
૧ ચમચી વરિયાળી
૧ ચમચી તલ
૧/૨ ચમચી હળદર
૨ ચમચી લાલ મરચું
૨ ચમચી ધાણાજીરૂ
૧ ચમચી ગરમ મસાલો
૨ ચમચી ટોપરાની છીણ
૧/૨ ચમચી લીંબુનો રસ
૩ ચમચી બૂરુ ખાંડ
સ્વાદ અનુસાર મીઠું
તળવા માટે તેલ

Products & Services | Manufacturer from Ahmedabad

ચણાની દાળ (નવતાડ)ના સમોસા બનાવવા માટેની રીત:
સૌપ્રથમ ચણાની દાળને ધોઈને ત્રણ સીટી વગાડી ને બાફી લો. ત્યારબાદ તેને કટરમાં ક્રશ કરી બાઉલમાં કાઢી લો.

– હવે એક પેનમાં થોડું તેલ લઈ ગરમ થાય એટલે તેમાં આ દાળ લઈ શેકવા મૂકો. ત્યારબાદ તેમાં વરીયાળી, તલ, મરચું, હળદર,ધાણાજીરું, ગરમ મસાલો,ટોપરાની છીણ, લીંબુનો રસ, બુરુખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. તો હવે સ્ટફિંગ તૈયાર છે.
– હવે એક બાઉલમાં ઘઉંનો લોટ,તેલ ,મીઠું અને લીંબુનો રસ ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લો. અને દસ મિનિટ માટે રહેવા દો.હવે તેના લુઆ કરી લો અને તેની નાની રોટલી વણો.
– તેવી જ રીતે બીજી રોટલી વણો હવે રોટલી ઉપર તેલ અને લોટ ભભરાવી વણેલી રોટલી મૂકી ઉપર લોટ ભભરાવી મોટી રોટલી વણી લો.અને તવી ઉપર બે બાજુ શેકી લો. હવે રોટલી ને હાથ માં લઈ ને પડ અલગ કરી લો. આ રીતે બધી રોટલીઓ કરી લો.
– હવે એક રોટલી લો તેની વચ્ચે બે કાપા પાડીને 3 પટ્ટી કરો. હવે એક પટ્ટી લઈ તેમાં બનાવેલું મિશ્રણ ભરીને સમોસા વાળી લો.આ રીતે બધા સમોસા વાળી લો.
– હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેને ધીમા તાપે તળી લો. તો ચણાની દાળના સમોસા તૈયાર છે. તેને ચણાની દાળની ચટણી કે ગળી ચટણી સાથે સર્વ કરો.