- વડોદરામાં 21 દિવસમાં 13 સાબરના મોત
- કમાટીબાગ ઝૂમાં 14માંથી 13 સાબરના બિમારીથી મોત
- સાબરમાં ખરવા મોવાસાનો રોગ ફેલાયો
- થોડાદિવસો પહેલા ઝૂમાં બીમારીથી સિંહણનું મોત
- કોંગ્રેસ નેતા અમિબેન રાવતે તપાસની કરી માંગ
વડોદરાના પ્રખ્યાત કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયથી એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. અહીં એક સાથે 13 સાબરના મોત નિપજ્યાં છે. એક સાથે 13 સાબરના મોતથી ઝૂ સત્તાવાળા પણ ચિંતામાં આવી ગયા છે. અને જીવદયા પ્રેમીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં કુલ 14 સાબર હતા. તેમાથી 13 ના મોત થયા છે. 13 સાબરના બીમારીને કારણે મોત થતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં આવેલા સાબરમાં ખરવા મોવાસાનો રોગ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજ બીમારીને કારણે થોડા દિવસો પહેલા ઝૂમાં બીમારીથી સિંહણનું મોત થયું હતું. પ્રાણીઓના મોત મામલે
કોંગ્રેસ નેતા અમિબેન રાવતે તપાસની માંગ કરી છે. આટલી મોટી સંખ્યામાં સાબર અને એક સિંહણનું મોત થયું હોવા છતાં ઝૂ સત્તા વાળા તરફથી તકેદારીના કોઈ પગલાં કેમ લેવામાં કેમ નથી આવ્યા તે અંગે તપાસની માંગ કરી છે.
શું છે ખરવા મોવાસા ?
સામાન્યઠંડી શરૂ થતાં ગાય, ભેંસ અને બળદ બકરાં, ડુકકર અને કેટલાક જંગલી પશુઓને ખરવા-મોવાસાના રોગમાં સપડાય તેવી શક્યતા વધી જતી હોય છે. ખરવા-મોવાસાને લઇ પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટવાની સાથે કેટલાક કિસ્સાઓમાં પશુ મરણની ઘટના પણ ઘટતી હોય છે. આવા સમયે પશુપાલકો થોડી સાવચેતી રાખે તો તેમના પશુઓને ખોરવા-મોવાસાના રોગથી બચાવી શકે છે.
ખરવા-મોવાસા પિકોર્ના જાતિના વાયરસથી થતો રોગ છે. વાયરસમાં એપીથેલીયોટ્રોપીક હોવાથી તમામ પશુના એપીથેલીયલ કોષો એટલે કે જીભ, ચામડી, અન્નનળી, આંતરડાંમાં રહે છે અને વૃધ્ધિ પામે છે. વાયરસ રોગિષ્ટ પશુની લાળ અને અન્ય સ્ત્રાવોમાં જોવા મળે છે. રોગની શરૂઆતમાં પશુને 103 થી 105 ડિગ્રી ફેરેનહીટ તાવ આવે છે. જેને લઇ પશુઓના મોંઢામાંથી ખૂબ લાળ પડવાની સાથે બે થી ત્રણ દિવસમાં જીભ પર, તાળવા પર, હોઠના અંદરના ભાગે ફોલ્લા પડી ચાંદા પડે છે. કેટલીક વાર પગની ખરીમાં પણ ચાંદા પડે છે. જેને લઇ દૂધાળા પશુઓની 25 ટકા દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે.
Ukraine Crisis / યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા, પરિવારજનોએ સરકારને કરી રજૂઆત
Hijab Controversy / હિજાબ શું છે, ક્યારે અને શા માટે તેનું ચલણ શરૂ થયું, તે સૌથી પહેલા ક્યાં પહેરવામાં આવ્યું હતું
Life Management / રાજાએ પંડિતજીના પુત્રને મૂર્ખ કહ્યો, સત્ય જાણીને પંડિતજીને નવાઈ લાગી… પછી શું થયું?
રાશિ / 22મી ફેબ્રુઆરીએ થશે અસ્ત ગુરૂ ગ્રહ, 23મી માર્ચ સુધી નહીં થાય શુભ કાર્ય
Ukraine Conflict / USA જાપાન-જર્મની સહિત એક ડઝન દેશોએ પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું
