સામાન્ય નાગરિક બાદ હવે દેશનાં નેતાઓ પણ કોરોનાની વેક્સીન લેવા દોટ લગાવી રહ્યા છે. ત્યારે આજે સવારે સમાચાર સામે આવ્યા કે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાની વેક્સીન લગાવી છે. અહી ખાસ વાત એ રહી કે તેમણે તેમના માતા-પિતા સાથે કોરોનાની વેક્સીન લેવા માટે પહોંચ્યા હતા.
Agra / તાજમહેલમાં બોમ્બ ? અફવા કે હકીકત, જાણો એક ક્લિક પર
આપને જણાવી દઇએ કે, કેજરીવાલ ગુરૂવારે સવારે દિલ્હીની સરકારી હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ પહોંચ્યા હતા. મળી રહેલી જાણકારી મુજબ તેમને COVISHIELD રસી આપવામાં આવી છે. કોવિડ-19 ને માત આપવા માટે ભારતમાં 1 માર્ચથી શરૂ થયેલી રસીકરણનાં બીજા તબક્કાની ગતિ હવે જોર પકડવામાં આવી છે. આ તબક્કામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે કોરોના રસીનો ડોઝ લીધો પછી, તમામ કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સહિતનાં તમામ નેતાઓ પણ આ લાઇનમાં લાગી ગયા છે. આ કડીમાં, દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ કોરોના રસીનો ડોઝ લીધો છે. મુખ્યમંત્રી કેજરીવાલે તેમના માતા-પિતા સાથે કોરોનાની રસી લગાવી છે.
Delhi CM receives first dose of COVID-19 vaccine at LNJP hospital
Read @ANI Story | https://t.co/Un8SD4QTRP pic.twitter.com/ou4h01mw66
— ANI Digital (@ani_digital) March 4, 2021
Covid-19 / લો બોલો!! હવે કોરોના પહોંચ્યો શાળા સુધી, સુરતમાં ધોરણ 7 નાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 52 વર્ષનાં છે, પરંતુ તેઓ 10 વર્ષથી વધુ સમયથી ડાયાબિટીસનાં દર્દી છે. તેથી, તેઓ રસી માટે પાત્ર છે. વેક્સીનનો ડોઝ લીધા પછી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મે અને મારા માતા-પિતા બન્નેએ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં રસી લગાવી છે. અમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. તમે જોઈ રહ્યા છો કે અમે તમારી સામે છીએ અને દરેક સ્વસ્થ છે. કેજરીવાલે કહ્યું કે હું દરેકને અપીલ કરવા માંગુ છું કે, આ બહુ સારી વાત છે કે કોરોનાથી છુટકારો મેળવવા માટે હવે વેક્સીન ઉપલબ્ધ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
