વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તરાખંડને ઘણી ભેટ આપી હતી. PM એ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) નો શિલાન્યાસ કર્યો. 17,500 કરોડથી વધુની કિંમતના 23 અન્ય પ્રોજેક્ટ અહીં શરૂ કર્યા. આ 23 પ્રોજેક્ટ્સમાં AIIMS, ઉધમ સિંહ નગર જિલ્લામાં ઋષિકેશ સેટેલાઇટ સેન્ટર અને પિથોરાગઢમાં જગજીવન રામ સરકારી મેડિકલ કોલેજનો શિલાન્યાસનો સમાવેશ થાય છે. પીએમ મોદી એ ઉત્તરાખંડમાં 17,500 કરોડ રૂપિયાની 23 વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, રસ્તાઓ, રહેણાંક આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, સ્વચ્છતા, પીવાના પાણીના પુરવઠા સહિત ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત છે.
આ પણ વાંચો :ઓમિક્રોનના વધતા સંકટ અંગે AIIMS ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ આપી ચેતવણી, કહ્યું-વાયરસથી…
આ દરમિયાન પીએમ મોદી એ કહ્યું કે આ દાયકા ઉત્તરાખંડનો છે. રાજ્યમાં વિકાસની યોજનાઓ માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડને તરાઈ સાથે જોડવા માટે 9 હજાર કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાઓનું નેટવર્ક બિછાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ 1200 કિલોમીટરનો રોડ પણ બનાવવામાં આવશે. તેના ઘણા માર્ગો પર સોથી વધુ પુલ પણ બનાવવામાં આવશે. પીએમ મોદીના કહેવા પ્રમાણે, ઉત્તરાખંડમાં પ્રવાસન, રસ્તા, કૃષિ, રોજગાર ક્ષેત્રનો દાયકો શરૂ થયો છે.
These inaugurated development projects will give better connectivity & better health to the people of Haldwani. We're also bringing a Rs 2,000 crore scheme for the development of the overall infrastructure of Haldwani, for water, sewage, road, parking, street lights: PM Modi pic.twitter.com/rYDuzK0d8Y
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 30, 2021
આ પણ વાંચો :ઉ.પ્રદેશની ચૂંટણીને લઈ ECની પ્રેસ કોન્ફરન્સ, COVID પ્રોટોકોલ સાથે તમામ પાર્ટીઓ ઈચ્છે છે ચૂંટણી
પીએમ મોદી એ કહ્યું કે ઉત્તરાખંડમાં રસ્તાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોડ કનેક્ટિવિટી રાજ્યમાં વિકાસને વેગ આપશે.ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉ ડિવિઝનના વિવિધ જિલ્લાઓમાં વધુ સારી રોડ કનેક્ટિવિટીથી ઉદ્યોગ સાહસિકોને ઘણો ફાયદો થશે. તેનાથી રોજગારીની તકો મળશે. યુવાનોને નોકરી મળવાથી રાજ્યમાં સ્થળાંતર પણ અટકશે.
આ પણ વાંચો :શરદ પવારે વડાપ્રધાનની કરી પ્રશંસા, કહ્યું- “PM જે નક્કી કરે છે તને પૂર્ણ કરીને જ રહે છે…
આ પણ વાંચો :આણંદમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 4 શિક્ષકો કોરોના સંક્રમિત,15 દિવસ માટે શાળા બંધ કરાઇ
આ પણ વાંચો :દેશમાં એક જ દિવસમાં કોરોનાના 4 હજાર કેસ નોંધાયા,ઓમિક્રોનના કેસ 1 હજારને પાર
આ પણ વાંચો :ઓમિક્રોન સામે વેક્સિન હજી પણ છે કારગર, WHOના આ ચીફ વૈજ્ઞાનિકે આપ્યું તારણ
