@ઉમેશ પટેલ, વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ગામ માં આજે સર્વજ્ઞાતી સમૂહલગ્ન યોજાયા હતા. કોરોના ના ફફડાટ વચ્ચે યોજાયેલા આ 27 નવયુગલોના સમૂહલગ્નમાં આયોજકોએ covid 19 ની ગાઈડલાઈન નું પાલન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.
જે અંતર્ગત આ લગ્ન સમારંભમાં વર અને કન્યા પક્ષના માત્ર પાંચ પાંચ લોકોને જ લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેવા અનુમતિ આપવામાં આવી હતી. સાથે જ જોડાઓ ના 27 ના સમૂહ લગ્ન યોજાઈ રહ્યાં હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડ 19 ની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આયોજકો દ્વારા બે ભાગમાં સમૂહ લગ્ન યોજાયા હતા. સવારના સમયે 13 જોડાઓ ના સમૂહ લગ્ન અન્ય બાકીના 14 જોડાઓ ના સમૂહ લગ્ન બપોર બાદ યોજાયા હતા.

વધુમાં લગ્ન સમારંભ માં ઉપસ્થિત તમામ લોકોએ માસ્ક પહેરી અને સોશિયલ ડિસીઝનું ફરજીયાત પાલન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલા વર અને કન્યા માસ્ક પહેરી અને હસ્ત મેળાપ કર્યો હતો. સાથે જ માસ્ક પહેરીને જ ચોરીના ચાર ફેરા ફર્યા હતા. લગ્ન કરાવી રહેલા મહારાજએ પણ માસ્ક પહેર્યયા હતાં. આ પ્રસંગે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર પણ વિશેષ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.

તંત્ર ની પરવાનગી સાથે સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ 19 ની ગાઈડલાઈન ના પાલન ની ખાતરી સાથે યોજાયેલા સમૂહલગ્નમાં ગણતરીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ થી નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.આ પ્રસંગે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર અને સાધુ સંતોએ પણ નવયુગલોને સુખી-સંપન્ન લગ્નજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. ધોડીપાડા સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડાયેલા વર-કન્યાને ઘરવખરીની તમામ વસ્તુઓ આપવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે ધોડી પાડા ગામ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર નું ગામ છે. અને તેઓ પણ આયોજન મંડળ માં હોવાથી, કોવિડ 19 ની ગાઇડલાઇન ના પાલન માટે આયોજકોએ વિશેષ ધ્યાન રાખ્યું હતું. અને ફરજિયાત માસ્ક પહેરી અને સોશીયલ ડિસ્ટન્સ ના પાલન નું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
