કોરોના વાયરસના રોગચાળાથી પીડિત વિશ્વમાં અન્ય એક રોગચાળાના ઝડપથી પ્રસાર સામે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ‘ડિસીઝ એક્સ’ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તે ઇબોલા કરતા 50% વધુ જીવલેણ હોઈ શકે છે. ઇબોલા વાઇરસના શોધકર્તા વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, વિશ્વમાં કોરોના જેવો જ એક ખતરનાક વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કોરોના વાયરસના રોગચાળા વચ્ચે, ઇબોલાની શોધ કરતા ડોકટરોએ ચેતવણી આપી છે કે વિશ્વમાં કોરોના જેવો જ એક ખતરનાક વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ રોગચાળાને ડિસીઝ એક્સ કહેવામાં આવે છે અને તે ઇબોલાની જેમ ખૂબ જ જીવલેણ છે. 1976 માં, ઇબોલા વાયરસની શોધમાં સહાયતા કરનાર પ્રોફેસર જીન-જેક મુએમ્બેએ કહ્યું કે માનવ જાત અજ્ઞાત સંખ્યામાં નવા વાયરસનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું કે આફ્રિકાના વર્ષાવન માંથી નવા અને જીવલેણ વાયરસનો ખતરો સામે આવી શકે છે.
કોંગો મહિલાઓમાં રહસ્યમય લક્ષણો સામે આવ્યા છે.
અમેરિકન ટીવી ચેનલ સીએનએનને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રોફેસર જીને કહ્યું કે, આજે આપણે એવી દુનિયામાં છીએ જ્યાં નવા વાયરસ બહાર આવશે. અને આ વાયરસ માનવજાત માટે જોખમી બનશે. ‘ તેમણે કહ્યું કે હું માનું છું કે ભવિષ્યમાં રોગચાળો કોરોના વાયરસ કરતા વધુ જોખમી હશે અને તે વધુ વિનાશક બનશે. આ અગાઉ, કોંગોના ઇગાન્ડોમાં સ્ત્રી દર્દી હેમોરેજિક લક્ષણો સાથે જોવા મળી છે. આ દર્દીની ઇબોલા ટેસ્ટ કરાઈ હતી, પરંતુ તે નેગેટિવ આવી. ડોકટરોને ડર છે કે તે ‘ડિસીઝ એક્સ’ ની પ્રથમ દર્દી છે. તેમણે કહ્યું કે નવો વાયરસ ઝડપથી કોરોનાની જેમ ફેલાઈ શકે છે, પરંતુ તેમાંથી મૃત્યુઆંક ઇબોલા કરતા 50 થી 90 ટકા વધારે છે.

ઇબોલા કરતા વધારે ઘાતક રોગ ‘ડીસીઝ એક્સ’ શું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે ડીસીઝ એક્સ રોગચાળો હજી પણ એક પરિકલ્પના છે. પરંતુ જો તે ફેલાશે તો તે દુનિયાને તબાહ કરશે. પ્રોફેસર જીન એ રહસ્યમય વાયરસથી પ્રભાવિત દર્દીના લોહીના નમૂના લેનારા પ્રથમ વ્યક્તિ હતા, જેને પાછળથી ઇબોલા નામ આપવામાં આવ્યું. જ્યારે ઇબોલા વાયરસનું પ્રથમ વખત નિદાન થયું હતું, ત્યારે 88 ટકા દર્દીઓ અને તેના 80 ટકા કર્મચારીઓ યામ્બુકુ મિશન હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. ઇબોલાના દર્દીમાં લોહી વહેતું હતું અને દર્દીનું મોત નીપજ્યું હતું. પ્રોફેસર જીન દ્વારા લેવામાં આવેલા આ નમૂનાને બેલ્જિયમ અને યુનાઇટેડ સ્ટેટસ મોકલવામાં આવ્યો હતો જ્યાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢું હતું કે, કે લોહીમાં કૃમિના આકારનું વાયરસ હતું. હવે પ્રોફેસર જીને ચેતવણી આપી છે કે દર્દીઓથી મનુષ્યમાં ઘણા વધુ રોગો આવી રહ્યા છે.
![]()
અત્યાર સુધી, પ્રાણીઓથી મનુષ્યમાં ઘણા રોગો આવ્યા છે
હમણાં સુધી યેલો ફીવર , વિવિધ પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા, હડકવા અને અન્ય રોગો પ્રાણીઓથી મનુષ્યમાં આવ્યા છે. આમાંના મોટાભાગના ઉંદર અથવા જીવજંતુને કારણે છે. દુનિયામાં પ્લેગ જેવો રોગચાળો જોવા મળ્યો છે. નિષ્ણાંતો કહે છે કે પશુઓનો વસવાટ વિસ્તાર ઓછો થઈ રહ્યો છે અને વન્યપ્રાણીનો વેપાર વધ્યો છે અને તેના કારણે આ વાયરસ ફેલાવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે જો પ્રાકૃતિક રહેઠાણનો નાશ કરવામાં આવે તો મોટા પ્રાણીઓનો નાશ થશે પરંતુ ઉંદર, ચામાચીડિયા અને અન્ય જીવજંતુ બાકી રહેશે . સાર્સ, મર્સ અને કોરોના વાયરસ પણ પ્રાણીઓથી મનુષ્યમાં આવ્યા હતા. કોરોના વાયરસ, જે ચીનના વુહાન શહેરથી ઉદ્ભવ્યો છે, તે બેટમાંથી ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે. વુહાનથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસથી આજે લાખો લોકો માર્યા ગયા છે.
દર ત્રણથી ચાર વર્ષે એક નવો વાયરસ આવે છે
યુકેની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધન મુજબ દર ત્રણથી ચાર વર્ષે એક નવો વાયરસ દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક વૂલહાઉસના જણાવ્યા અનુસાર, મોટાભાગના વાયરસ પ્રાણીઓથી આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે જો જંગલી પ્રાણીઓનો નાશ થશે તો ઇબોલા અને કોરોના વાયરસ જેવ રોગમાં ચોક્કસથી વધારો થશે. તેમણે કહ્યું કે વુહાન જેવા વેટ માર્કેટમાં રાખેલા જીવંત પ્રાણીઓથી વધુ જોખમ છે અને આમાંના કોઈપણ પ્રાણીની અંદર ‘ડિસીઝ એક્સ’ રોગચાળો હોઇ શકે છે. વૈજ્ઞાનિકોએ અગાઉ ફ્લૂ અને સાર્સ જેવા માણસોમાં ફેલાતા રોગો માટે આવા જીવંત પ્રાણીઓનું બજાર જવાબદાર ગણાવ્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
