- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ એક્શનમાં
- બોટાદ જિલ્લામાં અલગ અલગ 6 ચેકપોસ્ટ કરી કાર્યરત
- ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકીંગ
- પ્રતિબંધિત વસ્તુની હેરાફેરી કરતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
- ચેકીંગ દરમ્યાન જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા રહ્યા હાજર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે, ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઇ છે. બોટાદ જિલ્લાની વાત કરીએ તો અહી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પોલીસ ચોકન્ની બની ગઇ છે. બોટાદ જિલ્લામાં અલગ-અલગ 6 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને અલગ-અલગ પાર્ટીઓ પૂરજોશ તૈયારીઓ કરી રહી છે. સાથે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઇ છે. અલગ-અલગ 6 ચેકપોસ્ટ કાર્યરત કર્યા બાદ બોટાદ જિલ્લાની પોલીસે તમામ ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધુ છે. જે પણ પ્રતિબંધિત વસ્તુની હેરાફેરી કરતા હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઇએ કે, આ ચેંકિગ દરમિયાન જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા અને 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. દરમિયાન ગત વર્ષ-2015 કરતા અનેક રીતે વર્ષ-2020-21 ચૂંટણી અલગ રીતે યોજાશે. ગત વર્ષ-2015 ની ચૂંટણીમાં મતદાતાઓએ શિસ્તબદ્ધ લાઇનમાં ઉભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે-2021 માં કોરોના ગ્રહણનાં કારણે મતદારો માટે ખાસ આયોજન અને કોવિડ-2019નું પાલન કરવાનું રહેશે. વર્ષ-2015 ચૂંટણી સમયે ઠાકોર – પાટીદાર સહિતનાં સમાજનાં આંદોલનથી રાજકીય પક્ષ માટે કેન્દ્રસ્થાને રહ્યા હતા. તો વળી આ વર્ષે રાજ્યમાં કોઇ આંદોલન નથી, તેનો લાભ ભાજપને થાય તો નવાઇ નહી.
છેડતી: અમદાવાદમાં મહિલાઓ અસુરક્ષિત, બાપુનગરમાં ચાલુ રીક્ષામાં મહિલાની કરાઈ છેડતી
Politics: સ્થાનિક ચૂંટણી પહેલા કૉંગેસને ઝટકો,700 NSUI કાર્યકર્તાના પડયા રાજીનામાં
Murder: ડીસાનાં જાણીતા CA એ રૂ. 2 લાખમાં પત્નીને જાનથી મારી નાખવાનું રચ્યું કાવતરું
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
